Priyanka gandhi

Priyanka gandhi: લખનૌ પોલીસે પ્રિયંકાની ધરપકડ કરી બાદ પોલીસે આપી આગ્રા જવાની પરવાનગી, વાંચો શું છે મામલો?

Priyanka gandhi : પ્રિયંકા ગાંધી વાડ્રાને પોલીસે લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર રોકી દીધા કેમ કે આગ્રાના જિલ્લાધિકારીએ એક શખ્સના મોત બાદ કોઈ પણ રાજકીય વ્યક્તિને ત્યાં નહીં જવા દેવાનો આદેશ આપ્યો

નવી દિલ્હી, 20 ઓક્ટોબરઃ Priyanka gandhi: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને આજે બુધવારે લખનૌ પોલીસે તે સમયે ધરપકડ કરી જ્યારે તેઓ એક મૃતકના પરિવારના સદસ્યોને મળવા માટે આગ્રા જઈ રહ્યા હતા. જેમનુ કથિતરીતે પોલીસ ધરપકડમાં મોત નીપજ્યુ હતુ. પ્રિયંકા ગાંધીને છેલ્લા 17 દિવસમાં બીજીવાર પોલીસ ધરપકડમાં લેવામાં આવ્યા છે.

લખનૌ પોલીસે કહ્યુ કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની ધરપકડ કરી હતી કેમ કે સીઆરપીસીની કલમ 144 લાગુ હતી. પ્રિયંકા ગાંધી વાડ્રાને પોલીસે લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર રોકી દીધા કેમ કે આગ્રાના જિલ્લાધિકારીએ એક શખ્સના મોત બાદ કોઈ પણ રાજકીય વ્યક્તિને ત્યાં નહીં જવા દેવાનો આદેશ આપ્યો છે. પ્રિયંકા ગાંધીને ધરપકડમાં લીધા બાદ લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર ભારે હોબાળો મચ્યો.

જોકે કેટલાક સમય સુધી ધરપકડમાં રાખ્યા બાદ પ્રિયંકા ગાંધી વાડ્રાને આગ્રા જવાની અનુમતિ આપવામાં આવી છે. અનુમતિ મળ્યા બાદ તેઓ આગ્રા માટે રવાના થઈ ગયા છે. ચાર લોકોને અનુમતિ મળી છે. પ્રિયંકા ગાંધી પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ, આચાર્ય પ્રમોદ કૃષ્ણમ અને એમએલસી દીપક સિંહના સાથે આગ્રા માટે રવાના થઈ ગયા છે. જોકે કાર્યકર્તાઓની ભીડ પણ પાછળ-પાછળ રવાના થઈ છે. મને 4 લોકોની સાથે આગ્રા જવાની અનુમતિ મળી ગઈ છે. હુ પીડિતના પરિજનોને મળીશ.

આ પણ વાંચોઃ J&K shopian encounter: જમ્મુ કાશ્મીર ખાતે શોપિયાં એન્કાઉન્ટરમાં 2 આતંકવાદી ઢેર, એક જવાન પણ શહીદ, 2 ઘાયલ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને છેલ્લા 17 દિવસમાં બીજીવાર પોલીસ કસ્ટડીમાં લેવાયા છે. અગાઉ તેઓ લખીમપુર ખીરીમાં થયેલી હિંસા મામલે મૃતકના પરિજનોને મળવા જવા દરમિયાન ધરપકડ કરી હતી.

પ્રિયંકા ગાંધીએ કહ્યુ, હુ આગ્રા જઈ શકતી નથી, હુ જ્યાં પણ જવુ છુ, તેઓ મને રોકે છે. શુ મારે રેસ્ટોરામાં બેસવુ જોઈએ? માત્ર એટલા માટે કે આ તેમના માટે રાજકીય રીતે સુવિધાનજક છે? હુ તેમને મળવા ઈચ્છુ છુ, કઈ મોટી વાત છે?

તેમણે કહ્યુ, કોઈનુ મૃત્યુ થયુ છે. આ કાનૂન-વ્યવસ્થાનો મુદ્દો કેવી રીતે હોઈ શકે છે? ડીએમને બોલાવીને પૂછવુ જોઈએ, શુ આ ઘણુ વધારે નથી કે હુ ક્યાંય બહાર જઈ શકતી નથી અને લખનૌના એક ગેસ્ટ હાઉસમાં કેદ રહુ. 

અરૂણ વાલ્મીકિનુ મૃત્યુ પોલીસ કસ્ટડીમાં થયુ. તેમનો પરિવાર ન્યાય માગી રહ્યો છે. હુ પરિવારને મળવા જવા ઈચ્છુ છુ. ઉપ્ર સરકારને ડર કઈ વાતનો છે? કેમ મને રોકવામાં આવી રહ્યા છે. 

Whatsapp Join Banner Guj