1613921871 8687

વધતા જતા કોરોના કેસને લઇને મહારાષ્ટ્રે લીધો મહત્વનો નિર્ણયઃ આ દિવસથી મુંબઈ સહિત આખા મહારાષ્ટ્ર(Maharashtra)માં નાઈટ કર્ફ્યુ લાગુ!

Maharashtra

મુંબઇ, 27 માર્ચઃ આખરે મહારાષ્ટ્ર(Maharashtra) સરકારે આખા રાજ્યમાં રાત્રિ કરફ્યુ નો નિર્ણય લઈ લીધો છે. મુખ્યમંત્રીના કાર્યાલય થી જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ મુંબઈ સહિત આખા રાજ્યમાં રવિવારે રાતથી કર્ફ્યુ લાગુ રહેશે. આ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલય એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે જો પરિસ્થિતિ કાબૂની બહાર રહેશે તો આખા મહારાષ્ટ્રમાં લોક ડાઉન લાગુ કરવામાં આવશે. મુખ્યમંત્રી કાર્યાલય થી એવું પણ કહેવામાં આવ્યું છે કે હાલ પરિસ્થિતિ બહુ જ ઝડપથી હાથ ની બહાર જઈ રહી છે. જો આ રીતે દર્દીઓની સંખ્યા વધતી જશે તો હોસ્પિટલ અને વૈદકીય સુવિધાઓ પણ ઓછી પડશે. આ પરિસ્થિતિમાં આખા મહારાષ્ટ્રમાં lockdown લાગુ કરવું પડશે. આ સંદર્ભે મુખ્યમંત્રી કાર્યાલય તમામ જિલ્લા અધિકારીઓને lockdown લાગુ કરવાના અધિકાર આપી દીધા છે.

ADVT Dental Titanium

એક વાત સ્પષ્ટ છે કે આવનાર દિવસો અઘરા છે.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ સંદર્ભે કહ્યું છે કે બ્રિટનમાં કોરોના ની બીજી લહેર પહેલી લહેર કરતા ખતરનાક હતી. મહારાષ્ટ્ર(Maharashtra)માં પણ આવું જ થઈ રહ્યું છે અને હવે બીજી લહેર બહુ જ તાકાતથી આવી રહી છે.આ સાથે જ મુખ્યમંત્રીએ એ પણ કહ્યું છે કે આવનાર દિવસોમાં હવે વધુ કડક પગલાં લેવામાં આવશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

આ રાશિના જાતકો જે કાર્યને લઇને મુંઝવણ અનુભવે છે કે તે થશે કે નહીં? તો કાર્ય કરો સફળતા જરુર મળશે- આવો જાણીએ ટેરોકાર્ડ(Tarotcard) દ્વારા અન્ય રાશિનું ભવિષ્ય