Mulayam singh yadav health critical

Mulayam singh yadav health critical: સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવની હાલત વધારે નાજુક- જાણો વિગત

Mulayam singh yadav health critical: મુલાયમસિંહ યાદવને ગયા રવિવારે શ્વાસ લેવામાં તકલીફ પડવાની તેમજ લો બ્લડ પ્રેશરની સમસ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરાવાયા હતા

નવી દિલ્હી, 09 ઓક્ટોબરઃMulayam singh yadav health critical: છેલ્લા કેટલાક દિવસોથી મુલાયમસિંહ યાદવ ગુરુગ્રામની હોસ્પિટલમાં છે અને તેઓ લાઈફ સેવિંગ ડ્રગ્સ પર છે.તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.ડોકટરોની વિશેષ ટીમ તેમના પર નજર રાખી રહી છે.

શનિવારે પણ પૂર્વ સીએમ અખિલેશ યાદવ પિતાની તબિયત જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.દરમિયાન હોસ્પિટલનુ કહેવુ છે કે, મુલાયમસિંહ યાદવની કિડનીમાં ઈન્ફેક્શન છે અને તેમનુ ક્રિએટનિન લેવલ વારંવાર ખોરવાઈ રહ્યુ છે.

82 વર્ષના મુલાયમસિંહ યાદવને ગયા રવિવારે શ્વાસ લેવામાં તકલીફ પડવાની તેમજ લો બ્લડ પ્રેશરની સમસ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરાવાયા હતા અને ત્યારથી તેઓ હોસ્પિટલમાં જ છે.

આ પણ વાંચોઃ Novel Part 31: વાંચો નવલકથા ઇન્તજારનો ભાગ 31

આ પણ વાંચોઃ Disha father likely to contest mayor elections: બોલિવુડ એક્ટ્રેસના પિતાએ મેયર ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી- જુઓ તેમના વિશે વિગતે

Gujarati banner 01