Nitish kumar

Nitish kumar controversial statement: જે દારૂ પીશે તે મરશે; નીતિશ કુમારનું વિવાદાસ્પદ નિવેદન

પટના, 16 ડિસેમ્બર: Nitish kumar controversial statement: બિહારના છપરા જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે. આને લઈને વિરોધ પક્ષ આક્રમક બન્યો છે તેમજ બુધવારે વિધાનસભામાં નીતિશ કુમારને સારી પેઠે ઘેરવામાં આવ્યા હતા. ગુરુવારે જ્યારે પત્રકારોએ નીતિશ કુમારને આ વિશે પૂછ્યું ત્યારે તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું અને કહ્યું હતું કે “જે લોકો દારૂ પીવે છે તેઓ ચોક્કસ મૃત્યુ પામે છે”.

“લોકોએ સજાગ રહેવું જોઈએ. કાળજી લેવી પડશે. કારણ કે જે પણ દારૂ પીશે તે મરી જશે,” નીતિશ કુમારે પત્રકારોને કહ્યું હતું. બુધવારે ભાજપના ધારાસભ્યો આ મુદ્દે વિધાનસભામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તે સમયે નીતિશ કુમારે તેમને ‘તમે દારુડીયા છો’ કહીને બોલાવ્યા હતા.

આ પણ વાંચો: Landslides in Malaysia: મલેશિયામાં ભૂસ્ખલન, 100થી વધુ લોકો ફસાયા, 16 લોકોના મોત

બિહારમાં નીતિશ કુમારની સરકારે એપ્રિલ 2016થી દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી છે. ત્યારથી બિહારમાં ઝેરી દારૂ પીવાથી અનેક લોકોના મોત થયા છે.

Gujarati banner 01