malesia earth queke 1

Landslides in Malaysia: મલેશિયામાં ભૂસ્ખલન, 100થી વધુ લોકો ફસાયા, 16 લોકોના મોત

Landslides in Malaysia: અગાઉ વિભાગે અનુમાન લગાવ્યું હતું કે દુર્ઘટના સમયે 79 લોકો ફસાયા હતા. પરંતુ મલેશિયાની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ બાદમાં જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 100 લોકો ફસાયા હોવાનું માનવામાં આવે છે.

મલેશિયાના સેલાંગોર રાજ્યમાં શુક્રવારે ભૂસ્ખલન થતાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ફસાયા છે. અધિકારીઓએ આ માહિતી આપી. એક ન્યૂઝ એજન્સીએ ફાયર એન્ડ રેસ્ક્યૂ ડિપાર્ટમેન્ટને ટાંકીને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં એક લોકપ્રિય કેમ્પ સાઇટ પર ભૂસ્ખલન થયું. આ દુર્ઘટનામાં 60 લોકોને બચાવી લેવાયા છે. સેલાંગોર રાજ્યના અગ્નિશમન અને બચાવ વિભાગના વડા, નોરજમ ખામિસે જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા 12 ટીમો બચી ગયેલાઓની શોધ કરી રહી છે અને શોધ અને બચાવ પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો: Former italian PM promised a football team: ફૂટબોલ ટીમને ઈટાલીના પૂર્વ વડાપ્રધાનનું વિચિત્ર વચન, વાંચો….

અગાઉ વિભાગે અનુમાન લગાવ્યું હતું કે દુર્ઘટના સમયે 79 લોકો ફસાયા હતા. પરંતુ મલેશિયાની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ બાદમાં જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 100 લોકો ફસાયા હોવાનું માનવામાં આવે છે. દરમિયાન, વડા પ્રધાન અનવર ઇબ્રાહિમે જણાવ્યું હતું કે તેઓ પછીથી સ્થળની મુલાકાત લેશે અને તમામ સંબંધિત સરકારી સંસ્થાઓને બચાવ કામગીરી ઝડપી બનાવવા આદેશ આપ્યો છે.

અનેક વિસ્તારોમાં ભારે વરસાદ

મલેશિયાની રાષ્ટ્રીય સમાચાર એજન્સી અનુસાર, હાલમાં K9 ટ્રેકર ડોગ યુનિટ, સેંટોસા, અમ્પાંગ, પાંડન, કોટા એન્ગ્રીક, કાજાંગની ડેન એન્ડાલસ ફાયર એન્ડ રેસ્ક્યુ સ્ટેશનથી ઇમરજન્સી મેડિકલ રેસ્ક્યુ સર્વિસ અને સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ અને રેસ્ક્યુ ટીમની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દેશના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશ હાલમાં પૂર્વોત્તર ચોમાસાની ઝપેટમાં છે. સેલંગોર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે.

Gujarati banner 01