Nupur sharma case update

Nupur sharmas supporter attacked: સોશિયલ મીડિયા પર નુપુર શર્માનુ સમર્થન કરનારા વધુ એક વ્યક્તિ પર હુમલો કરાયો-વાંચો વિગત

Nupur sharmas supporter attacked: વિવાદીત ટિપ્પણી કરનાર ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માનુ સમર્થન કરવા બદલ વધુ એક વ્યક્તિ પર હુમલો કરાયો છે.

નવી દિલ્હી, 24 જુલાઇઃ Nupur sharmas supporter attacked: મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં બનેલી ઘટનામાં મુકેશ તિવારી નામના વ્યક્તિએ કહ્યુ હતુ કે, હું રોજની જેમ શનિવારે ઓફિસ જવા માટે મારા ગામથી નિકળ્યો હતો ત્યારે મારા મિત્રના ભાઈ મહોમ્મદ સુલેમાને મને જરુરી વાત કરવાની છે તેમ કહીને બોલાવ્યો હતો તથા દંડા વડે મને મારવા માંડ્યો હતો.

હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મુકેશે કહ્યુ હતુ કે, મેં સોશિયલ મીડિયા પર નુપુર શર્માનુ સમર્થન કર્યુ હતુ અને તેના કારણે સુલેમાને મારા પર હુમલો કર્યો છે.

મુકેશના ભાઈનુ કહેવુ છે કે, મારો ભાઈ આરએસએસ કાર્યકર છે અને ધર્મને લગતી પોસ્ટ અવાર નવાર સોશિયલ મીડિયામાં મુકે છે તેમજ નુપુર શર્માનુ તેણે સમર્થ ન પણ કર્યુ હોવાથી તેના પર હુમલો કરવાની સાથે સાથે તેની બેગ, પૈસા અને મોબાઈલ પણ લૂંટી લીધો છે.

આ પણ વાંચોઃ Father killed his son: દારુ પીવા બાબતે ઝઘડો થતા પિતાએ કરી પુત્રની હત્યા, રાજસ્થાનથી ઝડપાયો હત્યારો

આ પણ વાંચોઃ Stealing Twitter users’ data: હેકર્સે ટ્વીટરની મુશ્કેલી વધારી, 54 લાખ યુઝર્સના ડેટાની થઇ ચોરી

Gujarati banner 01