murder

Father killed his son: દારુ પીવા બાબતે ઝઘડો થતા પિતાએ કરી પુત્રની હત્યા, રાજસ્થાનથી ઝડપાયો હત્યારો

Father killed his son: ઘરમાંથી લોહીના ડાઘ તેમ જ મૃતદેહના અન્ય કેટલાક અવશેષો મળી આવ્યા

અમદાવાદ, 24 જુલાઇઃ Father killed his son: અમદાવાદ શહેરમાં પિતાએ પુત્રની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. વાસણામાંથી ધડ, ગુજરાત કોલેજ પાસેથી પગના ટુકડા સહિતનાં અંગો મળી આવ્યાં હોવાની ઘટનામાં CCTV ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ આંબાવાડીમાં રહેતા નિવૃત્ત કલાસ-2 અધિકારી નિલેશ જોશીના ઘર સુધી પહોંચી હતી.

ઘરમાંથી લોહીના ડાઘ તેમ જ મૃતદેહના અન્ય કેટલાક અવશેષો મળી આવ્યા હતા, જેમાં ખુદ પિતા એ જ દીકરાની હત્યા કરીને શરીરના ટુકડા કરીને ફેંક્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

આ પણ વાંચોઃ Stealing Twitter users’ data: હેકર્સે ટ્વીટરની મુશ્કેલી વધારી, 54 લાખ યુઝર્સના ડેટાની થઇ ચોરી

આ પણ વાંચોઃ Announcement of Municipal Commissioner: શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમી દરમ્યાન જો કોઈ નોનવેજ વેચશે તો થશે મોટો દંડ

Gujarati banner 01