One Nation One Election

One Nation One Election: કેન્દ્ર સરકારે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ માટે સમિતિની કરી રચના, જાણો શું છે આ સંપૂર્ણ મુદ્દો…

One Nation One Election: આ સમિતિનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપવામાં આવ્યું

નવી દિલ્હી, 01 સપ્ટેમ્બરઃ One Nation One Election: લોકસભા 2024ની ચૂંટણી આગામી વર્ષે યોજાનાર છે. ત્યારે ચૂંટણી પહેલા એક તરફ જ્યાં તમામ વિપક્ષી દળો એકજૂટ થઈ ગયા છે અને તેમણે INDIA ગઠબંધનની રચના કરી દીધી છે. ત્યાં મોદી સરકારે તેમની મુશ્કેલી વધારવા માટે વધુ એક પગલું ભરવાની તૈયારી કરી લીધી હોય તેમ મોટો નિર્ણય કર્યો છે. સરકારે મોટો નિર્ણય કરતા એક દેશ, એક ચૂંટણી માટે સમિતિની રચના કરી દીધી છે. આ સમિતિનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સમિતિ તમામ કાનૂની પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. લોકોનો અભિપ્રાય મેળવશે. આ સમિતિમાં કયા કયા સભ્યોને સામેલ કરાશે તે અંગે ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવી શકે છે.

કેન્દ્ર સરકારે વિશેષ સત્ર બોલાવ્યું

જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે 18થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. એવી ચર્ચા છે કે સરકાર સંસદમાં વન નેશન વન ઇલેક્શન માટે બિલ લાવી શકે છે. વન નેશન વન ઈલેક્શનનો સીધો અર્થ એ છે કે દેશમાં યોજાનારી તમામ ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે.

આ પણ વાંચો… RJT Division Trains Cancelled: રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો