PM Modi With Kids

PM Modi With Kids: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોને દેખાડ્યું ‘જાદૂ’, અહીં જુઓ વીડિયો…

PM Modi With Kids: પીએમ મોદી બાળકોની સામે કપાળ પર એક રૂપિયાનો સિક્કો ચોંટાડતા જોવા મળે છે

નવી દિલ્હી, 21 નવેમ્બરઃ PM Modi With Kids: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક પ્રસંગોએ બાળકો સાથે ગેમ રમતા જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની નજીક જોઈને બાળકો પણ ખુશ થઈ જાય છે. પીએમ મોદી અવાર નવાર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળકો સાથે મસ્તી કરતા વીડિયો શેર કરે છે. દરમિયાન હાલ આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ સિક્કાની મદદથી બાળકો સાથે રમતા જોવા મળે છે.

મારા યુવા મિત્રો સાથેની કેટલીક યાદગાર ક્ષણો

વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પીએમ મોદી ક્યારેક બાળકોના માથા પર થપકી મારતા જોવા મળે છે તો ક્યારેક કપાળ પર સિક્કો ચોંટાડતા જોવા મળે છે. આ વીડિયો શેર કરતી વખતે પીએમ મોદીએ કેપ્શનમાં લખ્યું છે, મારા યુવા મિત્રો સાથેની કેટલીક યાદગાર પળો! આ વીડિયો પર ઘણા યુઝર્સ રિએક્શન પણ આપી રહ્યા છે.

બાળકો સાથે મસ્તી 

આ વીડિયોમાં વડાપ્રધાન મોદી પ્રથમ વખત બે બાળકો સાથે મસ્તી કરતા જોવા મળે છે. તે પછી તે બાળકોની સામે કપાળ પર એક રૂપિયાનો સિક્કો ચોંટાડતા જોવા મળે છે. પહેલા તેઓ બે બાળકના એક બીજા સાથે માથા અથડાવતા જોવા મળે છે. જે બાદ એક રુપિયાનો સિક્કો લઈ બાળકો સાથે મસ્તી કરતા જોવા મળે છે.

આ પણ વાંચો… Hair Care Tips: શું તમે પણ ખરતા વાળથી છો પરેશાન! નારિયેળના તેલનું આ રીતે કરો ઉપયોગ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો