PM modi visit to punjab

PM security breach update: મોદીની સુરક્ષામાં ચૂક મામલે FIR દાખલ, જેમાં PMનો ક્યાંય ઉલ્લેખ જ નહિ, કાફલો રોકનારને માત્ર 200 રૂ.નો જ દંડ- વાંચો વિગત

PM security breach update: અચરજ પમાડનારી વાત એ છે કે એમાં ક્યાંય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો રોકવાની વાતનો ઉલ્લેખ નથી

નવી દિલ્હી, 08 જાન્યુઆરીઃ PM security breach update: ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાનો રસ્તો રોકવાની સજા માત્ર 200 રૂપિયા છે. આવું એટલા માટે છે, કારણ કે પંજાબ પોલીસે કુલગઢી પોલીસ સ્ટેશનમાં જે કેસ નોંધાવ્યો છે એમાં IPCની કલમ 283 લગાવવામાં આવી છે. આ કલમમાં સજા 200 રૂપિયા છે. એમાં જામીન પણ પોલીસ સ્ટેશનમાં જ થઈ જાય છે. આરોપીએ કોર્ટ સુધી પણ જવાની જરૂર નથી.

પંજાબ પોલીસે FIRમાં કોઈનું પણ નામ લખ્યું નથી. અચરજ પમાડનારી વાત એ છે કે એમાં ક્યાંય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો રોકવાની વાતનો ઉલ્લેખ નથી. એમાં PMની સુરક્ષા માટે બનેલા SPG એક્ટને પણ લગાવવામાં આવ્યો નથી.

2 1641621896
3 1641621910

સુપ્રીમકોર્ટમાં અરજી થયાની જાણ થતાં જ પંજાબ પોલીસે કેસ તો નોંધી લીધો, જોકે એમાં તેમની જ ચૂક છતી થઈ ગઈ. પહેલી વાત તો એ છે કે એમાં 18 કલાકનો સમય લગાવી દીધો. ભાજપના નેતાઓનો દાવો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 1.05 વાગ્યે ફલાય ઓવર પહોંચી ગયા હતા. તેમ છતાં પોલીસકર્મચારી ત્યાં અઢીથી 3 વાગ્યાની વચ્ચે પહોંચ્યા હતા. આ સિવાય કેસ પણ બીજા દિવસે એટલે કે 6 જાન્યુઆરીએ સાંજે 7.40 વાગ્યે નોંધાયો છે.

આ પણ વાંચોઃ Surya pooja: મકર સંક્રાંતિ પહેલાં સૂર્ય પર્વ, 9 જાન્યુઆરીએ રવિવાર અને ભાનુ સાતમનો શુભ સંયોગ

પંજાબની ચન્ની સરકાર દ્વારા ઈન્સ્પેક્ટર બિરબલ સિંહના નિવેદન પર કેસ નોંધાયો છે. એમાં કહેવામાં આવ્યું છે કે તે DSP સુરિંદર બાંસલની સાથે સિક્યોરિટી રૂટ પર ફિરોઝપુર ગયા હતા. જ્યારે તે પોલીસ સ્ટેશને જઈને કૃષિ ભવનના નજીકના રૂટ પર ડ્યૂટી કરી રહ્યા હતા તો માહિતી મળી કે ફિરોઝપુરથી મોગા રોડ પર ગામ પ્યારેઆના પુલ સેમનાલા પર કેટલાક અજ્ઞાત વ્યક્તિઓ ધરણાં કરી રહી હતી. એને પગલે રોડ પરથી પસાર થતી આમ પબ્લિક, રેલીમાં જનારા લોકો અને વીઆઈપીની ગાડીઓ માટેનો રસ્તો બંધ છે. તેઓ અઢીથી 3 વાગ્યાની વચ્ચે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, એ પછીથી અજ્ઞાત વ્યક્તિઓ પર કેસ નોંધવામાં આવ્યો છે.

Whatsapp Join Banner Guj