Mild symptoms of omicron can also cause long covid

Mild symptoms of omicron can also cause long covid: ઓમિક્રોનનાં માઈલ્ડ લક્ષણોમાં પણ લૉન્ગ કોવિડ થઈ શકે? વાંચો એક્સપર્ટે શું કહ્યું?

Mild symptoms of omicron can also cause long covid: WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ ઓમિક્રોન વેરિઅન્ટને પણ ઘાતક ગણાવ્યો છે જોકે તેનાથી ડેલ્ટા વેરિઅન્ટ જેવી દર્દીની હાલત ગંભીર થતી નથી

હેલ્થ ડેસ્ક, 08 જાન્યુઆરીઃ Mild symptoms of omicron can also cause long covid: દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે. કોરોનાનાં નવાં વેરિઅન્ટને કારણે ફેલાયેલા ઝડપી સંક્રમણને તેનું કારણ માનવામાં આવી રહ્યું છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ ઓમિક્રોન વેરિઅન્ટને પણ ઘાતક ગણાવ્યો છે જોકે તેનાથી ડેલ્ટા વેરિઅન્ટ જેવી દર્દીની હાલત ગંભીર થતી નથી. આ સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું ઓમિક્રોનનાં સંક્રમણમાં પણ લૉન્ગ કોવિડ થવાનું જોખમ છે? વૈજ્ઞાનિકોએ આ સવાલનો જવાબ ‘હા’ આપ્યો છે.

લૉન્ગ કોવિડની કોઈ મેડિકલ પરિભાષા નથી. સરળ ભાષામાં તેનો અર્થ એ છે કે શરીરમાંથી વાઈરસ નાબૂદ થયા બાદ પણ તેનાં કોઈકને કોઈક લક્ષણ જણાતાં રહે છે. કોવિડ-19થી સ્વસ્થ થયાં બાદ પણ લક્ષણો લાંબા સમય સુધી રહે તેને લૉન્ગ કોવિડ કહેવાય છે. લૉન્ગ કોવિડ રિકવરી પછી કેટલાક મહિના કે પછી વર્ષ સુધી રહી શકે છે.

કોઈ પણ વેરિઅન્ટમાં લૉન્ગ કોવિડનું જોખમ તૌ જેસે થે જ-એક્સપર્ટ
અમેરિકાના ટોપ ડૉક્ટર એન્થની ફૌસીનું કહેવું છે કે, કોરોનાનો ગમે તે વેરિઅન્ટ કેમ ન હોય પરંતુ તેનાથી લૉન્ગ કોવિડનું જોખમ તો રહેશે જ. અત્યાર સુધીના રિપોર્ટ પ્રમાણે એવું કોઈ પ્રમાણ મળ્યું નથી જેથી કહી શકાય કે ઓમિક્રોનને કારણે લૉન્ગ કોવિડ થતો નથી. ફૌસી જણાવે છે કે કોરોનાના માઈલ્ડ લક્ષણોથી પીડિત દર્દીઓમાં 10-30% કેસમાં રિકવરી બાદ લૉન્ગ કોવિડ થાય છે. વેક્સિન લીધી હોવા છતાં લૉન્ગ કોવિડનું જોખમ રહે છે. અમેરિકાની સ્વાસ્થ સંસ્થા CDCના રિપોર્ટ પ્રમાણે કોઈ પણ લક્ષણ વગરના કોરોનાના દર્દીને પણ ભવિષ્યમાં લૉન્ગ કોવિડ થઈ શકે છે.

આ પણ વાંચોઃ PM security breach update: મોદીની સુરક્ષામાં ચૂક મામલે FIR દાખલ, જેમાં PMનો ક્યાંય ઉલ્લેખ જ નહિ, કાફલો રોકનારને માત્ર 200 રૂ.નો જ દંડ- વાંચો વિગત

ઓમિક્રોનનું સંક્રમણ કેટલું માઈલ્ડ?

ડેલ્ટા બાદ ઓમિક્રો આખા વિશ્વમાં કોરોનાનો સૌથી ડોમિનન્ટ સ્ટ્રેન બન્યો છે. ઓમિક્રોનનો ઈન્ફેક્શન રેટ વધારે છે, પરંતુ તેનાં લક્ષણો ઘણા માઈલ્ડ છે. મોટા ભાગના કેસમાં કોઈ લક્ષણો જ જોવા મળતા નથી. અત્યાર સુધીના ડેટા પ્રમાણે, ઓમિક્રોનના દર્દીઓને શરદી ઉધરસના લક્ષણો જોવા મળે છે. દર્દીઓને ગળામાં દુખાવો, શરદી-ઉધરસ, ભૂખ ન લાગવી, ઊલટી સહિતની સમસ્યા થાય છે.

આ લક્ષણો લૉન્ગ કોવિડનાં
જો તમને ઓમિક્રોન સંક્રમણના કોઈ જ લક્ષણો ન હોય તો પણ લૉન્ગ કોવિડનાં લક્ષણોનો તમને અનુભવ થઈ શકે છે. એક્સપર્ટના મત પ્રમાણે, કોરોના રિકવરી પછી પણ થાક, બ્રેન ફોગ, શ્વાસ લેવામાં તકલીફ અને ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા થતી હોય તો તે લૉન્ગ કોવિડનાં લક્ષણો છે.

લૉન્ગ કોવિડથી આ રીતે બચો

યોગ્ય ડાયટ, રેગ્યુલર એક્સર્સાઈઝ અને પૂરતો આરામ કરી લૉન્ગ કોવિડથી બચી શકાય છે. કોરોનાથી રિકવર થયા બાદ જંક ફૂડ અને શુગર ડ્રિન્ક્સથી દૂર રહેવું જોઈએ.

Whatsapp Join Banner Guj