Rahul ghandhi edited

એક વિદ્યાર્થીએ રાહુલ ગાંધીને પુછ્યું, તમારી ગર્લફ્રેન્ડ(Rahul gandhi) છે? – આ પ્રશ્નમાં રાહુલે આપી આવી પ્રતિક્રિયા

Rahul gandhi

પોંડીચેરી, 25 ફેબ્રુઆરીઃ પુડુચેરીમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર પડી ગઈ છે. અહીં રાહુલ ગાંધી(Rahul gandhi) એ પોતાનો પ્રવાસ રાખ્યો છે. તે દરમિયાન પહેલેથી નક્કી થયું હતું કે તેઓ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે. નક્કી થયેલા કાર્યક્રમમાં રાહુલ ગાંધી જીન્સ પેન્ટ અને ટી-શર્ટ પહેરીને પહોંચી ગયા તેમજ વિદ્યાર્થીઓ સાથે તેઓ ચર્ચા કરી રહ્યા હતા.

Whatsapp Join Banner Guj

આ સમયે એક વિદ્યાર્થીનીએ તેઓને ‘સર’ કહીને સંબોધ્યા.આ પદવી પર રાહુલ ગાંધીએ વિદ્યાર્થિનીને જવાબ આપ્યો કે મહેરબાની કરીને તમે માત્ર તમારા શિક્ષકોને ‘સર’ કહીને બોલાવો અને મને ફક્ત રાહુલ(Rahul gandhi) કહો. ત્યારબાદ વિદ્યાર્થિનીએ બીજો પ્રશ્ન તેમને પૂછ્યો કે શું તમને ગર્લફ્રેન્ડ છે ‌? આ પ્રશ્ન પૂછતા ની સાથે જ આખા કાર્યક્રમમાં સહુ કોઈ હસી પડ્યા.

Whatsapp Join Banner Guj

ત્યારબાદ રાહુલ ગાંધીએ થોડોક વિરામ લઇ અને પછી જવાબ આપ્યો કે હું આ પ્રશ્નનો જવાબ એકબીજા કાર્યક્રમમાં આપીશ. એટલે કે રાહુલ ગાંધી(Rahul gandhi)એ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું. તેમણે પ્રશ્નનો ના માં જવાબ ન આપ્યો તેમ જ હા પણ પાડી નથી.

આ પણ વાંચો…

સરકારે ગ્રાહકો માટે લીધો મહત્વનો નિર્ણય, ખાનગી બેંકમાં પણ મળશે પોસ્ટ ઓફિસ(Post office)ની બચત યોજનાઓ