Suhana khan Lux shop

Lux New Brand Ambassador: પિતા બાદ દીકરી સુહાના બની લક્સ સાબુની બ્રાન્ડ એમ્બેસેડર , પર્પલ ડ્રેસમાં જોવા મળી એક્ટ્રેસ

Lux New Brand Ambassador: કિંગ ખાનની પુત્રી આ લક્સ સાબુની નવી બ્રાન્ડ એમ્બેસેડર બની ગઇ

બોલિવુડ ડેસ્ક, 30 એપ્રિલઃ Lux New Brand Ambassador: બોલીવુડ સ્ટારે લક્સ સાબુનો ખૂબ ઉપયોગ કર્યો. કોઇએ ટબમાં બેસીને શરીર પર લક્સ સોપને લગાવ્યો તો કોઇએ પોતાની સ્કીન પર આ સાબુને એવી રીતે મસળ્યો કે આ સોપ લોકોનો ફેવરિટ બની ગયો. આ લક્સ બ્રાંડને 100 વર્ષ પુરા થઇ ગયા છે.

આ ખાસ અવસર પર લક્સને પોતાના વર્ષો જૂના સાબુને ફરી એકવાર ફ્રેશ ફેસ આપ્યો છે. આ ફેસ બીજું કોઇ નહી શાહરૂખ ખાનની લાડલી પુત્રી સુહાના છે. જી હાં. તમે બરોબર વાંચ્યું. કિંગ ખાનની પુત્રી આ લક્સ સાબુની નવી બ્રાન્ડ એમ્બેસેડર બની ગઇ છે. ફોટામાં જુઓ સુહાના ખાને આ ઇવેન્ટમાં પર્પલ ડ્રેસમાં શું કહેર વર્તાવ્યો.

સુહાના ખાનનો આ ઓફ શોલ્ડર વનપીસ ડ્રેસ ખૂબ સુંદર લાગી રહ્યો છે. ઓપર હેર, સ્ટલ મેકઅપ, ચહેરા પર સ્માઇલ અને પગમાં હાઇ હીલ્સના સેન્ડલ પહેરી પોતાના આ લુકને પુરો કર્યો.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો