shri Ramnavmi

Ramnavmi 2024: રામનવમી પર ફરી સર્જાશે શ્રીરામના જન્મ વખતે સર્જાયો હતો એવો સંયોગ, જાણો કોને થશે લાભ

Ramnavmi 2024:જ્યોતિષશાસ્ત્ર અનુસાર શ્રીરામના જન્મ સમયે આવો સંયોગ બન્યો હતો. આ અસરને કારણે કેટલીક રાશિઓ પર રામજીની વિશેષ કૃપા વરસશે

whatsapp banner

ધર્મ ડેસ્ક, 14 એપ્રિલઃ Ramnavmi 2024: રામનવમી 17 એપ્રિલના રોજ છે. આ દિવસે ચૈત્રી નવરાત્રિ સમાપ્ત થઈ જશે. ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિને પવિત્ર તિથિઓમાંની એક માનવામાં આવે છે. આ વખતે રામનવમી પર ખૂબ જ દુર્લભ અને વિશેષ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શ્રીરામના જન્મ સમયે આવો સંયોગ બન્યો હતો. આ અસરને કારણે કેટલીક રાશિઓ પર રામજીની વિશેષ કૃપા વરસશે. જાણો રામ નવમી 2024ના શુભ સંયોગો વિશે અને તેનાથી કઈ રાશિઓને થશે લાભ.

રામનવમી 2024નો શુભ સંયોગ
કર્ક લગ્ન
રામ નવમી પર ચંદ્ર કર્ક રાશિમાં રહેશે. રામજીનો જન્મ પણ કર્ક લગ્નમાં થયો હતો.
સૂર્યની શુભ સ્થિતિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રામલલ્લાના જન્મ સમયે સૂર્ય દસમા ભાવમાં તેની ઉચ્ચ રાશિમાં હતો, આ વખતે રામનવમીના દિવસે સૂર્ય તેની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં રહીને દસમા સ્થાનમાં રહેશે.

આ પણ વાંચો:- Power of Commitment: પ્રતિબદ્ધતાની શક્તિ: સફળતા પ્રાપ્ત કરવા માટે તમારા કાર્યને વળગી રહો

ગજકેસરી યોગ
આ દિવસે ગજકેસરી યોગનો પ્રભાવ રહેશે, જે શ્રીરામની કુંડળીમાં પણ હતો. જ્યારે આ યોગ સર્જાય છે ત્યારે વ્યક્તિને ગજ સમાન શક્તિ અને સંપત્તિ મળે છે. આ વખતે રામનવમી પર આ સંયોગોનું એકસાથે આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મેષ, કર્ક અને તુલા રાશિના લોકોને તેનાથી ફાયદો થશે.

રામનવમી 2024 આ રાશિઓને લાભ આપશે
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે રામનવમીનો તહેવાર સમૃદ્ધિ આપનારો સાબિત થશે. તમારા પર શ્રીરામના વિશેષ કૃપા રહેશે. નોકરીની ઘણી સારી તકો મળશે. વેપારમાં બમણી પ્રગતિ થશે. સમાજમાં માન-સન્માન અને આત્મવિશ્વાસ વધશે, તેનાથી લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ મળશે. આવકના નવા સ્ત્રોત ખુલશે.

મેષ રાશિ
શ્રીરામની કૃપાથી મેષ રાશિના જાતકોને રામનવમી પર તમામ ક્ષેત્રોમાં સફળતા મળશે. પગારમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે. તમે તમારા પૂર્વજોની સંપત્તિનો પણ આનંદ માણી શકશો. પરિવારમાં ખુશીઓ આવશે, જેનાથી મન પ્રસન્ન રહેશે.

તુલા રાશિ
રામનવમીનો તહેવાર તમારી ખુશીઓનો ખજાનો લઈે આવશે. વેપારમાં નવી તકો મળશે. નવું કામ કરવાની યોજના સફળ થઈ શકે છે. છેલ્લા કેટલાય સમયથી જે કામ અટકેલા હતા હવે તે પૂરા થઈ જશે. કાર કે જમીન ખરીદવાનું તમારું સપનું પૂરું કરવામાં સફળ રહેશો. કાર્યસ્થળ પર તમને તમારા અધિકારીઓનો સહયોગ મળશે અને નવી જવાબદારીઓ મળી શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો