Cloth Washing Trick

Cloth Washing Trick: કપડા ધોયા પછી પણ તેમાંથી પરસેવાની દુર્ગંધ આવતી હોય તો અપનાવો આ ટ્રિક્સ

Cloth Washing Trick: ગરમીની સિઝનમાં પરસેવાની દુર્ગંધ એટલી તીવ્ર હોય છે કે કપડા ધોયા બાદ પણ તેમાં રહી જાય છે

whatsapp banner

લાઇફ સ્ટાઇલ, 14 એપ્રિલઃ Cloth Washing Trick: ઉનાળાની ઋતુમાં ઘણીવાર પરસેવાની દુર્ગંધ એટલી તીવ્ર હોય છે કે કપડા ધોયા બાદ પણ જતી નથી. અમુક વખત શર્ટની સ્લીવ્ઝ પર ગમે તેટલો સાબુ ઘસો, પરંતુ શર્ટને ધોયા પછી પણ તમને તેમાંથી પરસેવાની દુર્ગંધ આવશે. આવો જાણીએ એવા જ કેટલાક ઉપાયો વિશે, જેની મદદથી તમે પળવારમાં પરસેવાની દુર્ગંધ દૂર કરી શકશો.

કપડાને પાણીમાં પલાળી દો

  • જો તમને ખૂબ જ પરસેવો વળે છે, તો તમે તમારા કપડાને સાબુ અને પાણીથી માત્ર સાફ ન કરો.
  • આ માટે કપડાને ધોતા પહેલા 2થી 3 કલાક માટે પલાળી રાખો.
  • જો તમે ઈચ્છો, તો તમે તેને ડિટર્જન્ટ પાવડરમાં પલાળી શકો છો.
  • જ્યારે તમે આ કપડાને 2 કલાક પછી ધોશો તો તેમાંથી પરસેવાની દુર્ગંધ ગાયબ થઈ જશે.

આ પણ વાંચો:- Mass shooting in chicago: અમેરિકાના શિકાગો શહેરમાં ગોળીબારી; 3 બાળકો સહિત 7 ઘાયલ

ડિટર્જન્ટપાવડરમાં લીંબુનો રસ મિક્સ કરો

  • કપડામાંથી પરસેવાની દુર્ગંધને દૂર કરવાની આ શ્રેષ્ઠ રીત છે.
  • પરસેવાના કારણે ઘણા લોકોના કપડા પર પીળા ડાઘા પડી જાય છે.
  • લીંબુની મદદથી પરસેવાના ડાઘા સાફ થશે અને દુર્ગંધ પણ દૂર થશે.
  • આ માટે એક વાસણમાં 2 ચમચી ડિટર્જન્ટ પાવડર લો અને તેમાં એક ચમચી લીંબુનો રસ નાખો.
  • તેને સારી રીતે મિક્સ કરીને કપડાના પરસેવાવાળા ભાગ પર લગાવો.
  • પછી હળવા હાથે ઘસો અને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો