Aryan khans bail denied

Drug Case: NCBએ બોલીવુડમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી, આર્યન ખાન-રિયા ચક્રવર્તીના કેસમાં આ મળ્યા કનેક્શન

Drug Case: ફિલ્મી દુનિયામાંથી ડ્રગ્સને કાઢવા માટે સમીર વાનખેડે અને તેમની ટીમે બોલીવુડ સ્ટાર્સને પોતાના ઘેરામાં લીધા અને રિયા ચક્રવર્તીને પકડી

બોલિવુડ, 18 ઓક્ટબરઃ Drug Case: વર્ષ 2020માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ બોલીવુડમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. ફિલ્મી દુનિયામાંથી ડ્રગ્સને કાઢવા માટે સમીર વાનખેડે અને તેમની ટીમે બોલીવુડ સ્ટાર્સને પોતાના ઘેરામાં લીધા અને રિયા ચક્રવર્તીને પકડી. આ વર્ષે આ બાબત શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે થઈ.

રિયા ચક્રવર્તીની 8 સપ્ટેમ્બર 2020એ એનસીબીએ ધરપકડ કરી હતી અને જે બાદ તેને લગભગ એક મહિના સુધી જેલમાં રહેવુ પડ્યુ હતુ. રિયા મુંબઈના ભાયખલા જેલમાંથી 7 ઓક્ટોબરે મુક્ત થઈ હતી. બોમ્બે હાઈકોર્ટે રિયાને જામીન આપ્યા હતા. આ દિવસ પોતાનામાં અલગ છે કારણ કે આ વર્ષે તે 7  ઓક્ટોબર હતો જ્યારે કિલા કોર્ટે આર્યન ખાનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીની સજા ફટકારી હતી. આર્યન ખાનની 2 ઓક્ટોબરે ધરપકડ થઈ હતી અને મેજિસ્ટ્રેટ કોર્ટે તેને જેલ મોકલ્યા પહેલા બે વાર એનસીબીના રિમાન્ડમાં મોકલ્યા હતા.

આ પણ વાંચોઃ kashmir killings triggers exodus of migrant labourers: આતંકી હુમલાઓના ભયથી પ્રવાસી મજૂરોમાં કાશ્મીર છોડીને પરત વતન તરફ

એક ઘણી જરૂરી બાબત છે જે 28 વર્ષની રિયા ચક્રવર્તી અને આર્યન ખાનની જિંદગીમાં એક જેવી છે. તે એ છે કે બંનેની પાસે કોઈ ડ્રગ્સ જપ્ત થયુ નહોતુ. બંનેના કેસમાં ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો. આનાથી એનસીબીએ વિચાર્યુ કે બંનેનો સંબંધ મોટા ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલો છે.

Whatsapp Join Banner Guj