72724b95c7ecb5237b18a68179e42b26

મહારાષ્ટ્ર સરકારની ચિંતામાં થયો વધારોઃ સચિન વાઝે( Sachin Waze)નો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ, બે કરોડ રૂપિયા માંગ્યા હતા આ મંત્રીએ- જુઓ પત્રમાં શું લખ્યું છે…!

મુંબઇ, 08 એપ્રિલઃ હાલ સોશિયલ મીડિયા પર સચિન વાઝે(Sachin Waze) ની સહી કરેલો એક સંદિગ્ધ પત્ર પૂર ઝડપે વાયરલ થઇ રહ્યો છે. આ પત્ર ત્રણ પાનાનો છે અને તે કથિતપણે સચિને એનઆઈએ કોર્ટને લખીને આપ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે મંત્રીએ તેમની પાસે બે કરોડ રૂપિયાની માગણી મૂકી હતી.

Whatsapp Join Banner Guj

આ પત્રને કારણે ખળભળાટ મચી ગયો છે. જોકે આ પત્રની હજી સુધી કોઈ જ ખરાઈ થઈ શકી નથી. પરંતુ અનેક ન્યૂઝ ચેનલે તેને સમાચાર મા સ્થાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલામાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી પર લાંચ લેવાનો આરોપ લાગતા અનિલ દેશમુખે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા બાદ હવે રાજ્યના શિક્ષણ મંત્રી(Bhupendrasinh chudasama)ને પણ થયો કોરોના, સારવાર માટે હોસ્પિટલમાં થયા દાખલ