kodinar

Sindhi Community: કોડીનાર સિંધી સમાજ દ્વારા ચાલીયા સાહેબ મહોત્સવની ભવ્ય ઉજવણી

Sindhi Community: શ્રી જુલેલાલની ભક્તિ સાથે 40 દિવસ સુધી ચાલેલા મહોત્સવની પૂર્ણાહુતિ; મટકીઓ વાજતે-ગાજતે મૂળદ્વારકા લઈ જઈ દરિયામાં પધરાવવામાં આવી

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

કોડીનાર, 15 કોડીનાર: Sindhi Community: કોડીનારના સિંધી સમાજ દ્વારા ઇષ્ટ દેવ શ્રી જુલેલાલના ચાલીયા સાહેબ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 40 દિવસ સુધી ચાલેલા આ ધાર્મિક મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે મંદિર ખાતે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

સવારથી જ શ્રી જુલેલાલ મંદિરમાં સત્સંગ, આરતી, આખો (ઇષ્ટ દેવની સ્તુતિ) અને છેજ (સિંધી ડાંડિયા) સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મહોત્સવ દરમિયાન અનેક ભક્તોએ ઉપવાસ અથવા એકટાણા કર્યા હતા. ભક્તોએ પોતાના ઘરે રાખેલી મટકી સામે દરરોજ ઇષ્ટ દેવની સ્તુતિ કરી હળદરવાળા ચોખા અર્પણ કરી પોતાની મનોકામનાઓ વ્યક્ત કરી હતી.

🧼 હવે સફાઈ સરળ – મિનિટોમાં ઘર ચમકાવો!
⚡ Electric Spin Scrubber – હવે જ ખરીદો
🚚 ફ્રી ડિલિવરી | 💵 COD ઉપલબ્ધ | 🔋 રિચાર્જેબલ

પૂર્ણાહુતિના દિવસે તમામ ભક્તો પોતાની મટકીઓ લઈને મંદિર ખાતે પહોંચ્યા હતા અને સામૂહિક રીતે ઇષ્ટ દેવની સ્તુતિ કરી હતી. સમાજ અને દેશ પર શ્રી જુલેલાલના આશીર્વાદ જળવાઈ રહે, ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય તથા દેશ અને સમાજ સુખી, સમૃદ્ધ અને સુરક્ષિત રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પણ વાંચો:- Ganesh Chaturthi: ગણેશ ચતુર્થીનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ

સાંજે તમામ મટકીઓને મંદિરથી વાજતે-ગાજતે મૂળદ્વારકા લઈ જવામાં આવી હતી, જ્યાં ધાર્મિક વિધિ સાથે મટકીઓ દરિયામાં પધરાવી ચાલીયા સાહેબ મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

ત્યારબાદ રાત્રે સમાજના લોકો એકત્રિત થઈ મહાપ્રસાદ ગ્રહણ કરી ઉત્સવની ઉજવણી કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ અને ભવ્ય બનાવવામાં શ્રી લાડી લોહાણા સિંધી સમાજ દ્વારા સંચાલિત શ્રી જુલેલાલ મંદિર સમિતિના યુવાઓ તથા મહિલા મંડળે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.