Jignesh Mevani gave an ultimatum

Attack on Jignesh Mevani: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી પર થયો હુમલો? ટ્વીટ કરી કર્યો ઘટસ્ફોટ- જાણો સમગ્ર ઘટના વિશે

Attack on Jignesh Mevani: સ્પષ્ટપણે જિગ્નેશ મેવાણીએ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપ સિંહ સાથે જોવા મળતા લાભુ દેસાઈ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો

અમદાવાદ, 13 સપ્ટેમ્બરઃAttack on Jignesh Mevani: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજ્યમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. તેવામાં આ ટર્મની ચૂંટણી પૂર્વે દિગ્ગજ નેતાઓ પર હુમલા થવાની ઘટના અવાર નવાર બનતી આવે છે. તેવામાં વડગામના MLA જિગ્નેશ મેવાણી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. તેમના ટ્વિટર પર પોસ્ટ કરીને મેવાણીની સોશિયલ મીડિયા ટીમે હુમલો કરનાર શખસની તસવીર શેર કરી આ અંગે જાણકારી આપી હતી. જેમાં સ્પષ્ટપણે તેમણે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપ સિંહ સાથે જોવા મળતા લાભુ દેસાઈ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

શું છે સમગ્ર ઘટનાક્રમ?

કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ કરેલી ટ્વિટના આધારે નર્મદા એપાર્ટમેન્ટ વસ્ત્રાલ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્વિટર પર શેર કરેલી પોસ્ટમાં હુમલો કરનારા શખસના નામનો ઉલ્લેખ પણ કરાયો હતો. જેમાં જણાવ્યા પ્રમાણે તેના પર અચાનક જિગ્નેશ મેવાણી પર હુમલો કરી દીધો હોવાનો આક્ષેપ કર્યો છે.

જોકે આ દરમિયાન સેકડો લોકો હાજર હતા ત્યારે કાર્યક્રમમાં તોડફોડ કરી બંધ કરવાના પ્રયત્નો હાથ ધરાયા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. નોંધનીય છે કે એ કાર્યક્રમ જ્યાં હતો ત્યાંના ઘટનાસ્થળની કોઈ તસવીરો સામે આવી નથી.AAPના મનોજ સોરઠીયા પર હુમલો થઈ ચૂક્યો છે.

આ પણ વાંચોઃ T20 World Cup 2022 indian team: ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી, જાણો કોણ કોણ છે સામેલ?

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ગણેશ મંડપના મુલાકાત માટે ગયેલા AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા (Manoj Sorathiya) પર સીમાડા નાકા પાસે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટી દ્વારા આની પાછળ કથિત રીતે ભાજપના ગુંડા તત્વોનો હાથ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ મામલે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કડક પગલા લેવા અપીલ કરી છે.

હુમલાખોરોએ ચશ્મા તોડી નાખ્યા, મોબાઈલ તોડવાનો પ્રયાસ કર્યોવીડિયોમાં વધુમાં કહેવાયું છે કે, “આ સમયે અમુક ભાજપના અસામાજિક તત્વો પહેલાથી તૈયાર હતા. તેમણે મનોજભાઈના ચશ્મા ખેંચી લીધા, મોબાઈલ તોડવાનો પ્રયાસ કર્યો અને સીધો જ હુમલો કરી લીધો. લાકડાના ફટકા મારવા લાગ્યા. અમે વચ્ચે પડ્યા છતાં મોટું ટોળું હતું.

8થી 10 જેટલા લોકો હતા. જેમાં દિનેશ દેસાઈ નામનો માથાભારે વ્યક્તિ પણ હતો. તેણે હુમલો કર્યો, તેની સાથે બીજા દારૂ પીધેલા લોકો હતા. અમને બધા લોકોને મારવાનો પ્રયાસ કર્યો. તેમણે મનોજભાઈને ટાર્ગેટ બનાવ્યા અને માથામાં ઘા માર્યો અને તેમને મારી નાખવા આખી તરકીબ બનાવી હતી.”

આ પણ વાંચોઃ Gyanvapi case Judgment: જ્ઞાનવાપી કેસમાં જિલ્લા કોર્ટે મોટો ચુકાદો આપ્યો, ઓવૈસીએ કહ્યું- આ નિર્ણય વિરુદ્ધ અરજી કરવી જોઇએ- વાંચો શું છે કોર્ટનો ચુકાદો

Gujarati banner 01