Symptoms of monkeypox in a 5 year old girl

Symptoms of monkeypox in a 5 year old girl: ઉત્તર પ્રદેશમાં 5 વર્ષની બાળકીમાં મંકીપૉક્સના લક્ષણ જોવા મળ્યા, તપાસ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા

Symptoms of monkeypox in a 5 year old girl: ગાઝિયાબાદમાં 5 વર્ષની બાળકીમાં મંકીપૉક્સના લક્ષણ જોવા મળતા સેમ્પલ તપાસ માટે મોકલાયા

નવી દિલ્હી, 04 જૂનઃ Symptoms of monkeypox in a 5 year old girl: કોરોના વાયરસ પછી હવે મંકીપૉક્સને લઇને વિશ્વભરમાં હલચલ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મંકીપૉક્સની તપાસ માટે 5 વર્ષની બાળકીના સેમ્પલ લેવામાં આવ્યા છે. બાળકીને ખણ અને રેશજની ફરિયાદ છે. સીએમઓ ગાઝિયાબાદ અનુસાર તેને કોઇ અન્ય સ્વાસ્થ્યની સમસ્યા નથી, ના તો તેના અન્ય કોઇ નજીકનાએ 1 મહિનામાં વિદેશ યાત્રા કરી છે.

તાજેતરમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ તેને ગંભીરતાથી લેતા ઇમરજન્સી બેઠક કરી હતી તો હવે મંકીપૉક્સને લઇને ભારત પણ સાવચેત થઇ ગયુ છે. વસ્તીના હિસાબથી દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ સરકારે પણ તેને લઇને એડવાઇઝરી જાહેર કરી છે.

આ પણ વાંચોઃ Starndard Of Life મહત્વની કે Standard Of Living એટલે કે જીવન મહત્વનું કે જીવવું મહત્વનું?

ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગે રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા અધિકારી અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓને એલર્ટ કર્યા છે. મંકીપૉક્સને લઇને સ્વાસ્થ વિભાગ તરફથી એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે. યુપીના સ્વાસ્થ વિભાગ તરફથી જાહેર એડવાઇઝરીમાં કહેવામાં આવ્યુ છે આ બીમારીના લક્ષણ મામલે જાણકારી આપો.

આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીમાં સૂચના આપવામાં આવી હતી કે જો તાવ અને શરીર પર ફોલ્લીઓ હોય તો સંબંધિત દર્દીની માહિતી મુખ્ય તબીબી અધિકારીની ઓફિસ સાથે શેર કરવી જોઈએ. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરી મુજબ, મંકીપોક્સથી સંક્રમિત દર્દીઓના શરીરમાં ફોલ્લાઓ બહાર આવે છે. મંકીપોક્સ પીડિતોમાં આ લક્ષણો બે થી ચાર અઠવાડિયા સુધી રહે છે.(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ 12th Board result 2022: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર

Gujarati banner 01