Jail

Those make obscene gestures to girls will be jailed: ખબરદાર.. જો હવે કોઈ છોકરીને આઈટમ કહીને બોલાવી તો, આટલા વર્ષ સુધી ખાવી પડશે જેલની હવા…

નવી દિલ્હી, 21 ડિસેમ્બર: Those make obscene gestures to girls will be jailed: ઘણીવાર મહિલાઓને અસામાજિક તત્વો તરફથી છેડતીનો સામનો કરવો પડે છે. ક્યારેક તેમને વિચિત્ર શબ્દો પણ સાંભળવા પડે છે. આમાં અશ્લીલ ટિપ્પણીઓ તેમજ અશ્લીલ હરકતો પણ સામેલ છે. જો કે ઘણી વખત પોલીસ આવા લોકો સાથે કડકાઈથી વ્યવહાર કરે છે. પરંતુ તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ લેતા નથી. નેશનલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે NCIB એ ટ્વિટર પર આ વિશે ઘણી માહિતી શેર કરી છે.

Those make obscene gestures to girls will be jailed: ખરેખર, NCIB એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક ટ્વિટ શેર કર્યું છે. આ ટ્વીટમાં NCIBએ છેડતી સંબંધિત કાયદા અને નિયમો વિશે ઘણી માહિતી આપી છે. ટ્વીટમાં NCIBએ લખ્યું છે કે, ‘જો કોઈ વ્યક્તિ કોઈ મહિલાને આવારા, છમ્મક-છલો, આઈટમ, ચૂડેલ, કલમુખી, ચરિત્રહીન જેવા શબ્દોથી સંબોધશે અથવા અશ્લીલ હરકતો કરે છે. તો તેને IPC કલમ 509 હેઠળ, 3 વર્ષ સુધીની કેદ/દંડ અથવા બંને થઈ શકે છે.

શું છે કલમ 509?

આઈપીસીની કલમ 509 મુજબ, જો કોઈ વ્યક્તિ કોઈ મહિલાને અશ્લીલ અથવા બદનક્ષીભર્યું કંઈક બતાવે છે અથવા બોલે છે, તો તેની વિરુદ્ધ કલમ 509 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. 3 વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે. દંડ અને સજા પણ એક સાથે થઈ શકે છે. જો કે, લોકોને ખબર નથી કે સ્ત્રીને આવારા, છમ્મક-છલ્લો, આઈટમ, ચૂડેલ, કલમુખી, ચરિત્રહીન જેવા શબ્દોથી સંબોધવું પણ તેમના માટે ભારે પડી શકે છે

આ પણ વાંચો: CM Bhupendra patel meet vice president: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી ઉપરાષ્ટ્રપતિની શુભેચ્છા મુલાકાત…

Gujarati banner 01