જાણો.. 4 માર્ચથી અમદાવાદ- વડોદરા મેમુ અને બીજી કઈ કઈ ટ્રેનો અનારક્ષિત (Unreserved trains) ચલાવામાં આવશે

Unreserved trains

04 માર્ચ થી અમદાવાદ-વડોદરા વચ્ચે મેમુ અને સાબરમતી મહેસાણા,સાબરમતી-પાટણ, મહેસાણા-આબુરોડ અનેઅસારવા – હિંમતનગર વચ્ચે સ્પેશિયલ ટ્રેનો અનારક્ષિત (Unreserved trains) દોડાવવામાં આવશે.

ટિકિટ UTS કાઉન્ટર થી મળશે, સીઝન ટિકિટ ઉપલબ્ધ કરવામાં આવશે નહીં.

અમદાવાદ , ૦૩ માર્ચ: પશ્ચિમ રેલ્વે દ્વારા 04 માર્ચ 2021થી (Unreserved trains) અમદાવાદ – વડોદરા વચ્ચે મેમુ અને સાબરમતી – મહેસાણા, સાબરમતી – પાટણ, મહેસાણા – આબુ રોડ, અસારવા – હિંમતનગર વચ્ચે ડેમુ સ્પેશિયલ ટ્રેનોને અનારક્ષિત દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ મેમુ અને ડેમુ ટ્રેનોની ટિકિટો અનારક્ષિત ટિકિટ વિંડો (UTS) કાઉન્ટર પરથી પ્રાપ્ત કરી શકાય છે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

Railways banner
  1. ટ્રેન નંબર 09316/09315 અમદાવાદ-વડોદરા – અમદાવાદ મેમુ સ્પેશિયલ

ટ્રેન નંબર 09416 અમદાવાદ – વડોદરા મેમુ સ્પેશિયલ આગળની સૂચના સુધી દરરોજ અમદાવાદથી 05:20 વાગ્યે ચાલીને 08:25 વાગ્યે વડોદરા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09415 વડોદરા – અમદાવાદ મેમુ સ્પેશિયલ 01 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી દરરોજ વડોદરાથી 19:55 વાગ્યે ચાલીને રાત્રે 23:25 વાગ્યે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં મણિનગર, વટવા, ગેરતપુર, બારેજાડી, કનીજ, નૈનપુર, મહેમદાબાદ ખેડારોડ, ગોથાજ, નડિયાદ, ઉતરસંડા, કણજરી બોરીયાવી, આણંદ, વાસદ, નંદેસરી, રાનોલી અને બાજવા સ્ટેશનો પર રોકાશે

2. ટ્રેન નંબર 09431/09432 સાબરમતી – મહેસાણા – સાબરમતી ડેમુ સ્પેશિયલ

ટ્રેન નંબર 09431 સાબરમતી – મહેસાણા ડેમુ સ્પેશિયલ આગળની સૂચના સુધી દરરોજ સાબરમતીથી 16:40 વાગ્યે ચાલીને 18:10 વાગ્યે મહેસાણા પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09432 મહેસાણા – સાબરમતી ડેમુ સ્પેશિયલ 03 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી દરરોજ મહેસાણાથી 07:45 વાગ્યે ચાલીને 09:20 વાગ્યે સાબરમતી પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં ચાંદખેડા, ખોડીયાર, કલોલ, ઝુલાસન, ડાંગરવા, આંબાલીયાસન અને જગુદન સ્ટેશનો પર રોકાશે

3. ટ્રેન નંબર 09433/09434 સાબરમતી – પાટણ – સાબરમતી ડેમુ સ્પેશિયલ

ટ્રેન નંબર 09433 સાબરમતી – પાટણ ડેમુ સ્પેશિયલ આગળની સૂચના સુધી દરરોજ સાબરમતીથી 18:25 વાગ્યે ચાલીને 20:55 વાગ્યે પાટણ પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09434 પાટણ – સાબરમતી ડેમુ સ્પેશિયલ 02 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી દરરોજ પાટણથી 06:00 વાગ્યે ચાલીને 08:20 વાગ્યે સાબરમતી પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં ચાંદખેડા, ખોડીયાર, કલોલ, ઝુલાસણ, ડાંગરવા, આંબાલીયાસન, જગુદન, મહેસાણા, સેલાવી, રણુજ, સંખઈ સ્ટેશનો પર રોકાશે

4.ટ્રેન નંબર 09437/09438 મહેસાણા – આબુરોડ – મહેસાણા ડેમુ સ્પેશિયલ

ટ્રેન નંબર 09437 મહેસાણા – આબુરોડ ડેમુ સ્પેશિયલ આગળની સૂચના સુધી દરરોજ મહેસાણાથી 18:15 વાગ્યે ચાલીને 21:10 વાગ્યે આબુરોડ પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09438 આબુરોડ – મહેસાણા ડેમુ સ્પેશિયલ 03 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી આબુરોડથી 05:05 વાગ્યે ચાલીને 07:40 વાગ્યે મહેસાણા પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં ઊંઝા, સિદ્ધપુર, છાપિ, ઉમરદશી, પાલનપુર, કરર્જોડા, ચિત્રાસની, જેઠી, ઇકબાલગઢ, સરોતરા રોડ, શ્રી અમીરગઢ અને માવલ સ્ટેશનો પર રોકાશે.

આ પણ વાંચો…અમદાવાદ-કેવડિયા (Ahmedabad-Kevadia) જન શતાબ્દી રદ રહેશે માર્ચમાં 4 દિવસ, જાણો વિગત…

5.ટ્રેન નંબર 09401/09402 અસારવા – હિંમતનગર – અસારવા ડેમુ સ્પેશિયલ

ટ્રેન નંબર 09401 અસારવા – હિંમતનગર ડેમુ સ્પેશિયલ આગળની સૂચના સુધી દરરોજ (શનિવારને છોડીને) અસારવાથી 19:00 વાગ્યે ઉપડશે અને 21:15 વાગ્યે હિંમતનગર પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09402 હિંમતનગર – અસારવા ડેમુ સ્પેશિયલ 02 માર્ચ 2021 થી (રવિવારને છોડીને) આગળની સૂચના સુધી હિંમતનગરથી દરરોજ 05:30 વાગ્યે ઉપડશે અને 07:45 વાગ્યે અસારવા પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બંને દીશામાં સહિજપુર, સરદારગ્રામ, નરોડા, મેદરા, ડભોડા, નાંદોલ દહેગામ, જાલિયાં મઠ, રખિયાલ, ખેરોલ, તલોદ, ખારી અમરપુર, પ્રાંતિજ, સોનાસન અને હાપા રોડ સ્ટેશનો પર રોકાશે.

  1. 04-03-2021 સુધી આ ટ્રેનોમાં આરક્ષણ બંધ કરવામાં આવશે.
  2. હાલમાં આ ટ્રેનોમાં ફક્ત મુસાફરી ટિકિટ જ આપવામાં આવશે. આ ટ્રેનો સિવાય અન્ય કોઈ પણ ટ્રેનો માટે અનાવશ્યક ટિકિટ આપવામાં આવશે નહીં.
  3. ઉપરોકત ટ્રેનોમાં સીઝન ટિકિટની મંજૂરી નથી.
  4. ટ્રેનના સમય અનુસાર ટિકિટ આપવા માટે સ્ટેશનો પર સમય નક્કી કરવામાં આવશે અને આ ટ્રેનોના સ્ટોપજ સિવાયના સ્ટેશનો માટે ટિકિટ ઉપલબ્ધ કરવામાં આવી નથી.

મુસાફરોને ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા સૂચવેલ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા અને માસ્ક પહેરીને અને સામાજિક અંતરને અનુસરવાની મુસાફરી વિનંતી કરવામાં છે.

આ પણ વાંચો…ત્રણ દિવસ બાંદ્રા – શ્રીગંગાનગર (Bandra – Sriganganagar) સ્પેશિયલ પરિવર્તિત માર્ગથી ચાલશે,જાણો વિગત..