Paneer sandwich

Paneer sandwich recipe: નાસ્તામાં ખાવું છે કંઇક અલગ; આજે જ બનાવો પનીર સેન્ડવિચ, જાણો રેસિપી

Paneer sandwich recipe: પનીર સેન્ડવીચ બનાવવાની રીત ખૂબ જ સરળ છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ છે

અમદાવાદ, 23 માર્ચ: Paneer sandwich recipe: આપણને સવારે કે સાંજે નાસ્તામાં ચા કે કોફી સાથે રોજ નવી વાનગી ટ્રાય કરવાની ઈચ્છા થાય છે, પણ બનાવવામાં સરળ હોય એવી વાનગી બનાવવી હોય છે, જેને લીધે આપણે શું બનાવવું એ વિચારતા જ રહીએ છીએ અને છેલ્લે બ્રેડ બટર ખાઈ લઈએ છીએ. ત્યારે આજે તમને જણાવીશું પનીર સેન્ડવીચ બનાવવાની રીત. જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. ચાલો જાણીએ તેને બનાવવાની રીત….

    સામગ્રી:

    • 12 સ્લાઈસ બ્રાઉન બ્રેડ
    • 1/2 કપ છીણેલી કાકડી
    • 1/2 કપ ડુંગળી
    • 1/2 કપ કોબીજ
    • 1 બારીક સમારેલ કેપ્સીકમ (લીલું મરચું)
    • 2 ચમચી ધાણાજીરું
    • 2 કપ પનીર
    • 2 ચમચી કાળા મરી
    • 4 ચમચી માખણ
    • 1 ટામેટા બારીક સમારેલા
    • જરૂર મુજબ મીઠું

    પદ્ધતિ:

    એક બાઉલમાં ડુંગળીને છોલીને ઝીણી સમારી લો. હવે એક વાસણમાં ચીઝને છીણી લો, પછી કોબીને છીણી લો. કેપ્સિકમ, ધાણાજીરું અને અન્ય સામગ્રીને એકસાથે મિક્સ કરો, તેમાં છીણેલું પનીર ઉમેરો. એક બ્રેડ સ્લાઈસ પર બટર લગાવો, સ્ટફિંગ મૂકીને બીજી સ્લાઈસથી ઢાંકી દો. સેન્ડવિચને લગભગ 2 મિનિટ સુધી ગ્રીલ કરો, સ્વાદિષ્ટ પનીર સેન્ડવીચ તૈયાર છે.

    આ પણ વાંચો: Hindenburg Research: હિંડનબર્ગના ટ્વીટએ વધાર્યો પારો; ફરી અદાણી કે હવે નવો શિકાર!

    Gujarati banner 01
    દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો