Rahul Gandhi will walk from Kashmir to Kanyakumari

Jail sentence for rahul gandhi: ‘મોદી સરનેમ’ નિવેદન કેસમાં રાહુલ ગાંધી દોષિત કરાર, થઇ આટલા વર્ષની સજા

Jail sentence for rahul gandhi: ગુજરાતની સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની જેલની સજા ફટકારી છે

અમદાવાદ, 23 માર્ચ: Jail sentence for rahul gandhi: દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ નિવેદન કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યા છે. કોંગ્રેસ નેતાઓ મોદી સરનેમ ટીપ્પણી પર દાખલ કરવામાં આવેલા ગુનાહિત માનહાનિના કેસમાં આરોપી મળી આવ્યા છે.

મળતી માહિતી મુજબ ગુજરાતની સુરત સેશન્સ કોર્ટે તેને 2 વર્ષની સજા ફટકારી છે. આ સાથે રાહુલને કોર્ટમાંથી તુરંત 30 દિવસ માટે જામીન પણ મળી ગયા છે. કોર્ટે કોંગ્રેસના નેતાને ઉચ્ચ અદાલતમાં અરજી કરવા માટે સમય આપ્યો છે. રાહુલ ગાંધી આ સમયગાળા દરમિયાન કાયમી જામીન માટે પણ અરજી કરી શકે છે.

જાણો શું છે મામલો…

જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે. બધા ચોરોની અટક મોદી કેમ હોય છે. આ નિવેદન બદલ ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

આ પણ વાંચો: Paneer sandwich recipe: નાસ્તામાં ખાવું છે કંઇક અલગ; આજે જ બનાવો પનીર સેન્ડવિચ, જાણો રેસિપી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો