ambaji annkut

Ambaji Annkut darshan: શક્તિપીઠ અંબાજી ધામમાં સૌ પ્રથમ વખત મંદિર માં માતાજી સન્મુખ ફળ ફળાદી નો અન્ન્કુટ ધરાવામાં આવ્યો

Ambaji Annkut darshan: માતાજી સન્મુખ 71 પ્રકાર ના ફ્રૂટ ને ડ્રાયફ્રુટ ના અન્નકૂટ સાથે નિજ મંદિર માં વિવિધ ફ્રૂટ નું શણગાર પણ કરાયો હતો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૫ નવેમ્બર:
Ambaji Annkut darshan: શક્તિપીઠ અંબાજી ધામમાં આજે સૌ પ્રથમ વખત મંદિર માં માતાજી સન્મુખ ફળ ફળાદી નો અન્ન્કુટ ધરાવામાં આવ્યો હતો અંબાજીમાં વાર તહેવારે અનોખો વખત વિવિધ વ્યંજનો સાથે અન્નકૂટ ધરાવવાની એક પરંપરા જોવા મળે છે પણ હાલ જેમ શિયાળા ની ઋતુ માં અનેકો પ્રકાર ના ફળ ફળાદી જોવા મળતા હોય છે.

તલોદ ના એક માઇ ભક્ત દ્વારા સીઝનેબલ 51 જેટલી વિવિધ જાતિના ફળોને વિવિધ ફ્રૂટ સાથે 21 ડ્રાયફ્રુટ નો અન્નકૂટ માતાજી ને સૌપ્રથમ વખત કિશન માદલીયા (અન્નકૂટ ધરાવનાર શ્રદ્ધાળુ)તલોદ ,સાબરકાંઠા વાળા દ્વારાધરાયો હતો ને આજે બપોરે ધરાવાયેલા ફળ ફળાદી ના અન્નકૂટની વિશેષ આરતી પણ ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી

આ અન્નકૂટ આરતી નો મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ એ પણ લાભ લીધો હતો એટલુંજ નહીં આજે માતાજી સન્મુખ 71 પ્રકાર ના ફ્રૂટ ને ડ્રાયફ્રુટ ના અન્નકૂટ સાથે નિજ મંદિર માં વિવિધ ફ્રૂટ નું શણગાર પણ કરાયો હતો જે આજે બપોર બાદ મંદિર માં ફળ નો નજારો એક અનેરો આકર્ષણ ઉભું કર્યું હતું.

આ પણ વાંચો…Stone pelting torrent power: અમદાવાદના દરિયાપુરમાં વીજ ચેકિંગ દરમિયાન ટોરેન્ટની ટીમ અને પોલીસ પર પથ્થરમારો

Whatsapp Join Banner Guj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *