Stone pelting torrent power: અમદાવાદના દરિયાપુરમાં વીજ ચેકિંગ દરમિયાન ટોરેન્ટની ટીમ અને પોલીસ પર પથ્થરમારો

Stone pelting torrent power: કેટલાક લોકોએ ટોરેન્ટના અધિકારીઓ અને પોલીસ પર હુમલો કર્યો, આ હુમલામાં ટોરેન્ટના ચાર અને પોલીસના ચાર જવાનને ઇજા પહોંચી

અમદાવાદ, 25 નવેમ્બર: Stone pelting torrent power: શહેરના દરિયાપુર વિસ્તારમાં ટોરેન્ટ પાવરનું વીજ ચેકિંગનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ હતુ. તે દરમિયાન ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે. દરિયાપુર વિસ્તારની તંબુ ચોકી નજીક નગીના પોળ પાસે પથ્થરમારો થયે છે. જમાં ટોરેન્ટ પાવરના 4 કર્મીઓ અને 4 પોલીસકર્મી ઘાયલ થયાના સમાચાર છે. સમગ્ર બનાવમાં પોલીસે જવાબદારો સામે ગુનો નોંધીને કોર્યવાહી કરવા પ્રયાસ શરૂ કર્યો છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, દરિયાપુર વિસ્તારમાં કેટલાક લોકો વીજ ચોરી કરતા હોવાની જાણ ટોરેન્ટ વિભાગને થઇ હતી. ટોરેન્ટ પાવરે આ વિસ્તારમાં વીજચોરી માટે સર્ચ ઓપરેશન કરવા માટે પોલીસની મદદ પણ મંગાઈ હતી. જેથી દરિયાપુર વિસ્તારમાં મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો ખડકાયો હતો.

જેમા 1 DCP, 2 ACP અને 1 PI સહિત 200 પોલીસનો કાફલો રેડમાં સામેલ થયો હતો. ટોરેન્ટ પાવરમાં 20 અધિકરી સહિત 150થી વધારે કર્મચારીઓ દ્વારા અહીં દરોડા પાડવાની કવાયત હાથ ધરાઈ હતી.

આ પણ વાંચોઃ vadodara rape case: વડોદરા સામૂહિક દુષ્કર્મના મામલે 35થી વધુ પોલીસની ટીમો અને 500 જેટલા કર્મચારીઓ તપાસમાં, પુરાવામાં મળી આવી સાઇકલ

નોંધનીય છે કે, આજે સવારે દરિયાપુર વિસ્તારમાં આવેલી નગીના પોળ અને તેની આસપાસના વિસ્તારમાં ટોરેન્ટની ટીમ પોલીસ સાથે સર્ચ કરવા માટે ગઇ હતી.આ દરમિયાન કેટલાક લોકોએ ટોરેન્ટના અધિકારીઓ અને પોલીસ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ટોરેન્ટના ચાર અને પોલીસના ચાર જવાનને ઇજા પહોંચી હતી.
પોલીસ પર હુમલો થવાની જાણ થતા અન્ય પોલીસની ટીમ બનાવના સ્થળે મોકલી દેવામાં આવી હતી. હાલ સ્થાનિક પોલીસ દ્વારા હુમલો કરનાર સામે ગુનો નોંધી તેમની સામે કાર્યવાહી કરવા પ્રયાસ હાથ ધરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj