ambaji dhaja

Ambaji Mata: અંબાજીમાં ભાદરવી પુનમ બાધા માનતાની પુનમ બની,શ્રધ્ધાળુંઓ બાધા પુર્ણ કરવા અંબાજી પહોચ્યા

Ambaji Mata: અંબાજી મંદિરમાં જ્યાં આજના દિવસે હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે ત્યાં હાલ નહિવત માત્રામાં શ્રદ્ધાળુઓ દર્શને જોવા મળી રહ્યા છે….

Ambaji Mata

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૬ સપ્ટેમ્બર:
Ambaji Mata: ચાલુ વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમ નો મેળો ભારે અવઢવ માં મુકાયો છે શરૂઆત માં મેળાને લઈ કોઈ પણ જાત ની જાહેરાત ન થતા અનેક સંઘો અસમંજસતા વચ્ચે પોતાની પદયાત્રા પૂર્ણ કરી હતી અને તેમાં પણ ખાસ કરીને જે પદયાત્રીઓ અંબાજી આવે છે તે મહત્તમ ખાસ કરીને પોતાની બધા આંખડી પુરી કરવા આવતા હોય છે ……

આ પણ વાંચો…New Cabinet Ministers of Gujarat: જાણો, નવા મંત્રીમંડળના કોને મળ્યું ક્યું મંત્રી પદ?, PM મોદી અને શાહે આપી મંત્રીઓને શુભેચ્છા

ત્યાર બાદ ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરીને મેળો બંધ રાખવા માટે ની જાણ કરવામાં આવી છે અને તેમાં પણ ખાસ કરીને પગપાળા સંઘો ને મંજૂરી ન આપવા સૂચન કરાયું હતું આ પરિપત્ર માં ખાસ કરીને જે શ્રદ્ધાળુઓ પોતે બાધા-આખડી કે માનતા રાખી હોય તેવા ને મંદિર માં દર્શન માટે પ્રવેશ આપવાની પણ નોંધ કરવામાં આવી છે જોકે હાલ માં અંબાજી ખાતે ભાદરવી પૂનમ ને આડે હવે ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ખુબ ઓછી માત્રા માં યાત્રિકો જોવા મળી રહ્યા છે અને તેમાં પણ જેઓ એ બાધા માનતા રાખેલી હોય તેવા શ્રદ્ધાળુઓ માતાજી ના મંદિરે ધજા ચઢાવી પોતાની માનતા પુરી કરી રહ્યા છે

Ambaji Mata

નડિયાદના કેટલાક શ્રદ્ધાળુઓ જેમાં પોતે ટ્રેકટર ખરીદવાની બાધા હોય કે પછી સંતાન પ્રાપ્તિ ની બધા હોય તેવી માનતા પૂર્ણ કરવા અંબાજી મંદિરે દર્શાનર્થે જોવા મળ્યા હતા જેમાં અંબાજી આવેલા નડિયાદ ના એક શ્રદ્ધાળુઓ એ જણાવ્યું હતું કે પોતાને ખેતીવાડી માટે ટ્રેકટર વસાવવાની બાધા રાખી હતી અને તેને પોતાની ટ્રેકટર આવી જતા બાધા પુરી કરવા આજે અંબાજી પહોંચ્યા હતા તેવાજ એક શ્રદ્ધાળુઓ ને સાત દીકરી ઉપર દીકરો અવતરતા પોતે 52 ઘજ ની ધજા લઈ અંબાજી પહોંચી પોતાની બાધા પુરી કરી હતી

આ પણ વાંચો…Harm to health from tea: શું તમે જાણો છો કે ચાને બીજી વાર ગરમ કરીને ન પિવાય?

જોકે અંબાજી મંદિરમાં જ્યાં આજના દિવસે હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે ત્યાં હાલ નહિવત માત્રામાં શ્રદ્ધાળુઓ દર્શને જોવા મળી રહ્યા છે….

Whatsapp Join Banner Guj