Nadiad cleaness

Swachchhata Awareness Day: વડોદરા મંડળ પર સ્વછતા પખવાડિયા ની શરૂઆત.

Swachchhata Awareness Day: પ્રથમ દિવસ સ્વચ્છતા જાગૃકતા દિવસ તરીકે મનાવવામાં આવ્યો.

વડોદરા, ૧૬ સપ્ટેમ્બર: Swachchhata Awareness Day: પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર તા.16 થી 30 સપ્ટેમ્બર 2021 સુધી સ્વછતા પખવાડિયું માનવવામાં આવી રહ્યું છે . આ દરમ્યાન મંડળના દરેક સ્ટેશનો,કાર્યાલયો, રેલ પરિસરો તથા ફૂટઓવર બ્રીજો તથા વિભિન્ન વિસ્તારો ની સાફ સફાઈ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ દરમ્યાન મંડળના કાર્યાલયમાં વડોદરા મંડળના ડીઆરએમ અમિત ગુપ્તાએ મંડળ કાર્યાલયમાં અધિકારીઓ તથા રેલ કર્મચારીઓ ને સ્વછતા પ્રત્યે સજાગ રહેવા તેના માટે પ્રતિ વર્ષ 100 કલાક મતલબ દર અઠવાડિયે 2 કલાક શ્રમદાન કરીને સ્વછતાના આ સંકલ્પને સાર્થક કરવા માટેની શપથ લીધી.

આ પ્રસંગ પર ડીઆરએમ ગુપ્તાએ જણાવ્યું કે દુનિયાના જે કોઈ દેશ સ્વચ્છ દેખાય છે તેનું મૂળ કારણ ત્યાંના નાગરિક છે જેઓ ના તો ગંદકી કરે છે અને નથી કરવા દેતા. આપણું સ્વચ્છતાની તરફ વધારવામાં આવેલ એક પગલું સમગ્ર રાષ્ટ્ર ને સ્વચ્છ બનાવવામાં મદદ કરશે. આ પખવાડિયા નો પહેલો દિવસ સ્વચ્છતા જાગૃકતા દિવસ ના રૂપે મનાવવામાં આવ્યો. તેમના પ્રમાણે આપણું મુખ્ય ધ્યાન ”સિંગલ યુઝ પ્લાસ્ટિક” ના ઉપયોગને બંધ કરવાનું છે, જે પર્યાવરણ માટે હાનિકારક છે.

Swachchhata Awareness Day

તેના માટે રેલ્વે સ્ટેશન ઇમારતો તથા રેલ પરિસરોને સ્વચ્છ બનાવવા માટે પોસ્ટર અને બૅનર્સ તથા જાહેરાત સિસ્ટમની મદદથી યાત્રીઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ પખવાડિયાના આવ નારા દિવસોમાં સ્વચ્છ સ્ટેશન,સ્વચ્છ રેલગાડી,સ્વચ્છ ટ્રેક,સ્વચ્છ સર્ક્યુલેટિંગ એરિયા,સ્વચ્છ કાર્ય ક્ષેત્ર,સ્વચ્છ રેલ્વે કોલોની તથા હોસ્પિટલ, સ્વચ્છ ટોયલેટ,સ્વચ્છ પાણી,સ્વચ્છ પેન્ટ્રી કાર અને કૅન્ટીન, તથા ”નો પ્લાસ્ટિક ડે” ના રૂપે મનાવવામાં આવશે .

આ પણ વાંચો…Ambaji Mata: અંબાજીમાં ભાદરવી પુનમ બાધા માનતાની પુનમ બની,શ્રધ્ધાળુંઓ બાધા પુર્ણ કરવા અંબાજી પહોચ્યા

સ્વચ્છતા પખવાડિયા ના અંત માં ઓનલાઇન નિબંધ લેખન, તથા પેઈન્ટીંગ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે જેમાં પ્લાસ્ટિકનો સાચી રીત થી નિકાલ,સિંગલ યુઝ પ્લાસ્ટિકને નષ્ટ કરવું તથા પ્લાસ્ટિકના કચરા પ્રત્યે જાગૃકતા લાવવી મુખ્ય થીમ રહેશે.

Whatsapp Join Banner Guj