Iskcon janmashtami: મુખ્યમંત્રી જન્માષ્ટમીના પાવન પર્વે ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા
Iskcon janmashtami: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા.
અમદાવાદ, 08 સપ્ટેમ્બર: Iskcon janmashtami: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
અમદાવાદમા ઇસ્કોન મંદિર દ્વારા પ્રતિ વર્ષ કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.
મુખ્યમંત્રી આ વર્ષે જન્માષ્ટમી મહોત્સવના લોકોત્સવમાં જનઉમંગ માં સહભાગી થયા હતા.
Advertisement


મુખ્યમંત્રીએ સૌના કલ્યાણ સાથે રાજ્ય અને દેશની પ્રગતિમાં પ્રભુ કૃપા વરસતી રહે તેવી પ્રાર્થના રાધાકૃષ્ણ ભગવાનના ચરણોમાં કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય અમિત ઠાકર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતના પદાધિકારીઓ અને વિશાળ સંખ્યા માં હરિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement