kali chaudas

kali chaudas 2021: વાંચો, કાળી ચૌદસનું મહત્વ અને પૂજા કરવાની પદ્ધતિ

kali chaudas 2021: કાલી ચૌદસને નરક ચૌદસ અથવા રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક વ્યક્તિએ આ દિવસે દેવી કાલીની પૂજા કરવી જોઈએ

ધર્મ ડેસ્ક, 03 નવેમ્બરઃ kali chaudas 2021: દિવાળીના પાંચ દિવસ રોનક રહે છે. કાળી ચૌદસ ધનતેરસના બીજા દિવસે આવે છે. બહુ ઓછા લોકો કાળી ચૌદસનું મહત્વ જાણતા હશે. તો આવો આજે કાળી ચૌદસના મહત્વ વિશે વાત કરીએ…

kali chaudas 2021: કાળી ચૌદસ કાળી માંના જન્મ દિવસના રૂ૫માં મનાવવામાં આવે છે. કાલી ચૌદસને નરક ચૌદસ અથવા રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક વ્યક્તિએ આ દિવસે દેવી કાલીની પૂજા કરવી જોઈએ. સાથે સાથે આ દિવસે કેટલાક સંસ્કાર(નિયમો) પણ નિભાવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ કાલી ચૌદસ પર સૂર્યોદય પહેલા જાગે અને સરસોના તેલના લેપથી સ્નાન કરે તો તેના તમામ રોગો, પાપો અને દુ:ખો દૂર થાય છે. જે આ કરે છે તે સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને તેના સમસ્ત સાંસારીક દુ:ખો દૂર થાય છે. કેટલાક પુરાણોમાં એવું પણ લખ્યું છે કે આ દિવસે સરસોના તેલનો લેપ લગાવવાથી સુંદરતા પણ પ્રાપ્ત થાય છે.

kali chaudas 2021: કેટલાક લોકો નરક ચતુર્દશીના દિવસે એક દીવો પ્રગટાવે છે. જે યમ-દિ૫ક ​​તરીકે પણ ઓળખાય છે, મૃત્યુનો ભય વિશ્વનો સૌથી મોટો ભય માનવામાં આવે છે. કોઈને ખબર નથી હોતી કે શા માટે અકાળ મૃત્યુ માણસના નસીબમાં લખાયેલું હોય છે પરંતુ તેના ડરને જરૂર દૂર કરી શકાય છે.

kali chaudas 2021: કાલી ચૌદસને છોટી દિવાળી પણ કહેવામાં આવે છે, આ દિવસે ઘરની નરક એટલે કે ગંદકી દૂર કરવામાં આવે છે, આ દિવસે ઘરમાંથી કકળાટ દૂર કરવાનો પણ રિવાજ છે. ઘરના કકળાટ કે કંકાશમાંથી છુટકારો મેળવવા માટે ગૃહિણી થાળી તથા વેલણ વગાડતા વગાડતા ઘરની નજીકના ચકલા સુઘી જાય છે અને ત્યાં દીવો પ્રગટાવે છે. કહેવાય છે કે આમ કરવાથી ઘરમાં કોઈ ઝઘડો નથી અને કકળાટ દુર થાય છે.

કાળી ચૌદશની પૂજા

કાળી ચૌદશના દિવસે મહાકાળીની પૂજાથી ઘરમાં સુખ-શાંતિ આવે તથા  નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. આ કાળી ચૌદશના દિવસે આત્માઓને પણ ભોગ ધરાવવામાં આવે છે, જેથી તેઓ પણ ખુશ થાય છે. શનિ દોષને દૂર કરવા માટે આ દિવસને શનિ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

kali chaudas 2021: કાળી ચૌદસની પૂજાથી મનુષ્યની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. દુશ્મનોએ પરિવાર પર કોઇ કાળી વિદ્યા કરી હોય તો, તેનો કાળો છાયો પણ દૂર થાય છે. કાળી ચૌદસની પૂજાથી લગ્નજીવનમાં કજીયા કે કંકાસ ચાલતા હોય તો તે પણ દૂર થાય છે.

kali chaudas 2021: કાળી ચૌદસની પૂજા રાત્રે 11 વાગ્યે ૫છી શરૂ થાય છે અને 1 વાગ્યા ૫હેલાં સુધીના પુર્ણ થઇ જાય છે. આ પૂજા દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમ દિશા તરફ મોં રાખી કરવામાં આવે છે.આ પૂજા દરમિયાન સરસોના તેલના લેપનો ઉપયોગનું મહત્વ છે. તેમજ આ પૂજામાં વડના પાનનો ૫ણ ઉપયોગ કરવામાં આવે છે. પૂજા દરમિયાન જે પણ પ્રસાદ હોય તેનો ભોગ ઘરની બહાર ધરાવવામાં આવે છે.

Whatsapp Join Banner Guj