auto

Increase auto rickshaw fare: ઓટો રીક્ષાના ભાડાના દરમાં વધારો

Increase auto rickshaw fare: ૦૫ નવેમ્બર થી લાગુ પડશે

અહેવાલ: દિલીપ ગજજર
ગાંધીનગર, ૦૩ નવેમ્બર
: Increase auto rickshaw fare: ઓટોરીક્ષા ના રજીસ્ટડ એશોશીએશનો ની રજુઆતો ધ્યાને લઈને ઓટોરીક્ષાના ભાડાના દરમાં વધારો:  વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદી

  • ન્યુનત્તમ ભાડું રૂ! ૧૫.૦૦ ને વધારીને રૂ. ૧૮.૦૦ કરાયુ: પ્રતિ કિ.મી ભાડું હાલમાં રૂ! ૧૦.૦૦ને વધારીને રૂ. ૧૩.૦૦ કરાયુ
  • વેઇટીંગ ભાડું હાલમાં પાંચ મિનિટના રૂ. ૧.૦૦ને વધારીને એક મિનિટના રૂ.૧.૦૦ કરાયુ:આ ભાવ વધારો ૦૫/૧૧/૨૦૨૧થી લાગુ પડશે

વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યુ છે કે ઈધણના ભાવોમા વધારો થયો છે જેને પરિણામે ઓટોરીક્ષા ના રજીસ્ટડ એશોશીએશનો દ્વારા  ઓટોરીક્ષાના ભાડાના દરમાં વધારો કરવા રજુઆતો મળી હતી જેને ધ્યાને લઈને આજે એસોશીએશન ના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી જેમા ભાડા વધારવાનો નિર્ણય કરાયો છે.

આ પણ વાંચો…Kali chaudas: કાલી ચૌદસનું મહત્વ જાણો ડો. મૌલી રાવલ પાસે થી

મંત્રી એ ઉમેર્યુ કે, ન્યુનત્તમ ભાડું (મીટર ડાઉનીંગ કોસ્ટ) હાલમાં રૂપિયા ૧૫.૦૦ છે, તેને વધારીને ન્યુનત્તમ ભાડું રૂપિયા ૧૮.૦૦ કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. તેજ રીતે પ્રતિ કિ.મી રનિંગ ભાડું હાલમાં રૂપિયા ૧૦.૦૦ છે, તેને વધારીને પ્રતિ કિ.મી રનિંગ ભાડું રૂપિયા ૧૩.૦૦ કરવાનું નક્કી કરાયુ છે.

Whatsapp Join Banner Guj

આ ઉપરાંત વેઇટીંગ ભાડું હાલમાં પાંચ મિનિટના રૂપિયા ૧.૦૦  છે, તેને વધારીને એક મિનિટના રૂપિયા ૧.૦૦ કરવામાં આવેલ છે. આ ભાવ વધારો ૦૫/૧૧/૨૦૨૧થી લાગુ પડશે તેમ તેમણે ઉમેર્યુ હતું