dwarka mandir

President Ramnath Kovind worshiped Dwarkadhish: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન,પૂજા-અર્ચના કરી

President Ramnath Kovind worshiped Dwarkadhish: રાષ્ટ્રપતિએ ભગવાન દ્વારકાધીશ સમક્ષ દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉતરોતર વધારો થાય તેવી પ્રાર્થના કરી ભાવ પૂર્વક નમન કર્યું હતું.

દ્વારકા, 10 એપ્રિલ: President Ramnath Kovind worshiped Dwarkadhish: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ રામ નવમીના પાવન પર્વે દ્વારકા જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના સહ પરિવાર દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. જગત મંદિર પરિસરમાં રાષ્ટ્રપતિને શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ વતી જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા, ધનરાજભાઈ નથવાણી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે વગેરેએ આવકાર્યા હતા.ત્યાર બાદ જગત મંદિર ખાતે પૂજારી દીપકભાઈ, હેમલભાઈ તથા મુરલીભાઈએ રાષ્ટ્રપતિને ભગવાન દ્વારકાધીશની ચરણ પાદુકાનું પૂજન-અર્ચન કરાવ્યું હતું.

President Ramnath Kovind worshiped Dwarkadhish

President Ramnath Kovind worshiped Dwarkadhish: રાષ્ટ્રપતિએ ભગવાન દ્વારકાધીશ સમક્ષ દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉતરોતર વધારો થાય તેવી પ્રાર્થના કરી ભાવ પૂર્વક નમન કર્યું હતું. તેમજ રામનવમીના પાવન અવસરે ભગવાન દ્વારકાધીશના દર્શનનો લ્હાવો મળ્યો એ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો..Nadabet Seema Darshan: નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટના લીધે બનાસકાંઠા સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ

મંદિર પરિસરમાં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના રિજીઓનલ ડાયરેક્ટર નંદિની ભટાચાર્યએ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ સહિતના મહાનુભાવોને જગત મંદિરના સ્થાપત્ય તથા તેના ઇતિહાસ વિશે ઝીણવટ ભરી માહિતી પૂરી પાડી હતી જેને રાષ્ટ્રપતિએ ખૂબ જ રસપૂર્વક સાંભળી જરૂરી વિગતો મેળવી હતી.

President Ramnath Kovind worshiped Dwarkadhish

જગત મંદિર ખાતે રાષ્ટ્રપતિ સાથે પૂજા વિધિમાં રાજ્યમંત્રી વિનોદ મોરડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, કલેકટર એમ.એ.પંડ્યા, ડી.ડી.ઓ. ડી. જે. જાડેજા, પોલીસ વડા નિતેશ પાંડે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati banner 01