Shardiya navratri 2022

Shardiya navratri 2022: 6 રાજયોગમાં નવારાત્રિની શરૂઆત, આ વર્ષે અખંડ નવરાત્રિ- એક પણ નોરતું ઓછું નથી

Shardiya navratri 2022: આજથી શરુ થતી નવરાત્રિ 4 ઓક્ટોબરના રોજ દુર્ગા નોમ સાથે પૂર્ણ થશે

ધર્મ ડેસ્ક, 26 સપ્ટેમ્બરઃ Shardiya navratri 2022: આસો સુદ એકમ સોમવાર તા. 26-9-2022 એટલે કે આજથી માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેના નવરાત્રિની શુભ શરૂઆત થશે. આ વખતે આ ઉત્સવ 9 દિવસનો રહેશે અને 4 ઓક્ટોબરના રોજ દુર્ગા નોમ સાથે પૂર્ણ થશે.

આ દિવસોમાં દેવીનું આવાહન, પૂજન અને વિસર્જન, આ ત્રણેય શુભ કામ સવારે જ કરવા જોઈએ. નવરાત્રિની શરૂઆત જે વારથી થાય છે, તે વાર પ્રમાણે દેવી માતા વિવિધ વાહનો ઉપર સવાર થઈને ધરતી લોક આવે છે. આ વર્ષે સોમવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે એટલે દેવી દુર્ગા હાથી ઉપર સવાર થઈને આવશે.

આ પણ વાંચોઃ Summary of development works at Ambaji: ભુપેન્દ્ર પટેલ અંબા માતાના દર્શને, અંબાજી ખાતે વિવિધ વિકાસકાર્યોના થશે ખાતમુહૂર્ત

આ વર્ષે અખંડ નવરાત્રિ છે. એક પણ નોરતું ઓછું નથી. અખંડ નવરાત્રિ સંસાર માટે ખુબ સારી ગણાય છે. આ વર્ષે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારથી નવરાત્રિ પર્વની શરૂઆત થાય છે. આ નવરાત્રિમાં કરવામાં આવતી માતાજીની ભક્તિ પોતાના આંતરિક વિકાસમાં મહત્ત્વનો ભાગ રહેશે. વાસ્તવિકમાં માનવ ઇન્દ્રિયોની વૃત્તિ મહિષ અર્થાત પાડા જેવી જ લગામરહિત અને સંયમહીન છે. તે કેવળ માતા દુર્ગાની શક્તિથી જ જીતી શકાય છે. તે આ ઉપાસનાનું મર્મ છે.

આ શક્તિ પર્વ દરમિયાન તિથિ, વાર, નક્ષત્ર અને ગ્રહો મળીને બે સર્વાર્થસિદ્ધિ, એક દ્વિપુષ્કર અને ત્રણ રવિયોગ બનશે. આ દિવસોમાં ખરીદી માટે 8 શુભ મુહૂર્ત રહેશે. જેમાં પ્રોપર્ટીમાં રોકાણ માટે બે અને વાહન ખરીદી માટે ત્રણ દિવસ શુભ રહેશે. આ દિવસે કેદાર, ભદ્ર, હંસ, ગજકેસરી, શંખ અને પર્વત નામના શુભ યોગ બની રહ્યા છે. આ 6 રાજયોગમાં નવરાત્રિની શરૂ થઈ રહી છે. સૂર્ય, બુધ, ગુરુ અને શનિ દ્વારા બનતાં આ શુભયોગમાં કળશ સ્થાપના થવી શુભ સંકેત છે.

આ પણ વાંચોઃ Elon Musk should provide internet in Iran: હિજાબવિરોધી મહિલાઓ માટે ઈલોન મસ્કે ચાલુ કરી સેટેલાઈટ સર્વિસ- વાંચો વિગત

Gujarati banner 01