sangita patil welcome CM

Shiva Mahapuran Katha: લિંબાયત ખાતે આયોજીત શિવ મહાપુરાણ કથામાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Shiva Mahapuran Katha: લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા ધારાસભ્ય સંગીતા બહેન પાટીલના યજમાન પદે આયોજીત શિવ મહાપુરાણ કથામાં ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કર્યુ હતું

અહેવાલઃ મહેન્દ્ર વેકરીયા
સુરત, 12 મે:
Shiva Mahapuran Katha: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા ધારાસભ્ય સંગીતા બહેન પાટીલના યજમાન પદે આયોજીત શિવ મહાપુરાણ કથામાં ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કર્યુ હતું. આ પ્રસંગે શિવ મહાપુરાણના વકતા મહારાજ લલિત નાગરે મુખ્ય મંત્રીનુ હારમાળા પહેરાવી સ્વાગત કર્યું હતું.

CM Bhupendra Patel, Shiva Mahapuran Katha

આ અવસરે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, (Shiva Mahapuran Katha) શિવમહાપુરાણમાં ભગવાન શિવ અને દેવી પાર્વતી વિશે તથા તેના વાર્તાલાપ અંગેનું સરસ આલેખન કરવામાં આવ્યું છે. તમામ પુરાણોમાં શિવમહાપુરાણનું એક આગવું મહત્ત્વ છે. આપણા જીવનમાંથી અવગુણોને દુર કરી જીવમાંથી શિવ થવાનો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે આ માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે , રાજયના યાત્રાધામ વિકાસ દ્રારા બેટ દ્વારકા ખાતે બ્રિજનુ નિર્માણ, માધવરાયના મંદિર તથા પાવાગઢ મંદિરોનુ નવનિર્માણ કરવાનુ કાર્ય સરકાર કરી રહી હોવાનું તેમણે કહ્યું હતું. આ અવસરે શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડિયા, ધારાસભ્ય વિવેકભાઈ પટેલ, સુરત શહેરના સંગઠન પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, શાસક પક્ષના નેતા અમિતસિંગ રાજપુત, લીંબાયત વિસ્તારના કોર્પોરેટરો, ભાવિકભકતો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો..Eye protection against heat: શું તમે જાણો છો કે ગરમીથી મોતિયો આવી શકે? જાણો આ બાબતે શું છે કહે છે ડોક્ટર

Gujarati banner 01