Aluminum Foil Used: લંચ પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઈલની ડલ સાઈડનો ઉપયોગ કરાય કે શાઈની સાઇડ?
Aluminum Foil Used:નિષ્ણાતના જણાવ્યા અનુસાર એલ્યુમિનિયમ ફોઈલનો બંને તરફ ઉપયોગ કરવાથી ભોજન પર કોઈ ખાસ અસર પડતી નથી.
હેલ્થ ડેસ્ક, 15 મેઃ Aluminum Foil Used: એલ્યુમિનિયમ ફોઈલ આજે સમયની જરૂરિયાત છે અને આ મોટાભાગના ભારતીય રસોડામાં જોવા મળે છે. એલ્યુમિનિયમ ફોઈલનું કામ ભોજનને લાંબા સમય સુધી તાજુ રાખવાનું છે. ઓફિસ જતાં લોકો હોય કે સ્કુલ જતાં બાળકો માટે એલ્યુમિનિયમ ફોઈલમાં સારી રીતે પેક કર્યા બાદ જ કોઈ લંચબોક્સ પૂર્ણ થાય છે.
તમે બધા લોકો એ વાત જાણતા હશો કે, એલ્યુમિનિયમ ફોઈલનો એક ભાગ ડલ અને એક શાઈની હોય છે પરંતુ પોતાનું લંચ પેક કરતી વખતે કયા ભાગને ઉપર કે અંદર રાખવાનો છે આ વાત મોટાભાગના લોકોને ખબર હોતી નથી.
આ પણ વાંચો:- Krishnadham In Australia: ઓસ્ટ્રેલિયા ખાતે વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી હવેલી કૃષ્ણધામ સંકુલનું થશે નિર્માણ
આ મામલે કઈ સાઈડ સારી છે તે માટે નિષ્ણાતોએ કહ્યું કે ‘પોષણ અને ખાદ્ય સુરક્ષાના દ્રષ્ટિકોણથી ભોજન બનાવવા કે સ્ટોરેજ માટે ઉપયોગ કરવામાં આવતા એલ્યુમિનિયમ ફોઈલની ડલ અને શાઈની સાઈડ વચ્ચે કોઈ ખાસ અંતર નથી’. એલ્યુમિનિયમ ફોઈલમાં આ અંતર બનાવટની પ્રક્રિયાના કારણે છે. આ ફોઈલની બંને તરફ સંપર્કમાં આવનાર ભોજનની સુરક્ષા કે આરોગ્ય પાસાને અસર કરતી નથી.
નિષ્ણાતના જણાવ્યા અનુસાર એલ્યુમિનિયમ ફોઈલનો બંને તરફ ઉપયોગ કરવાથી ભોજન પર કોઈ ખાસ અસર પડતી નથી. ખાદ્ય પદાર્થોને પેક કરવા કે બનાવવા માટે એલ્યુમિનિયમ ફોઈલની ડલ કે શાઈની સાઈડનો ઉપયોગ સ્વાભાવિક રીતે ખાદ્ય પદાર્થોના ન્યૂટ્રિશિયન વેલ્યૂ કે કંપોજિશનને અસર કરતા નથી. ભોજન બનાવવાની રીત અને સામગ્રી ઉપયોગ કરવામાં આવતી ફોઈલની તુલનામાં પોષણ સંબંધી પરિણામ પર ઘણી અસર નાખે છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો