sydney krishna dham

Krishnadham In Australia: ઓસ્ટ્રેલિયા ખાતે વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી હવેલી કૃષ્ણધામ સંકુલનું થશે નિર્માણ

Krishnadham In Australia: હિન્દુ સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર પ્રસાર, સમગ્ર વિશ્વમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવશે

whatsapp banner

નવી દિલ્હી, 15 મેઃ Krishnadham In Australia: ઓસ્ટ્રેલિયા ખાતે વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી હવેલી કૃષ્ણધામ સંકુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) સીડની ઓસ્ટ્રેલિયાના તત્વાવધાનમાં વ્રજરાજકુમારજી મહારાજની અધ્યક્ષતામાં સુંદર ભવ્યાતિ ભવ્ય અને સૌથી મોટું સંકુલ નૂતન હવેલી નું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ સંકુલ માટે બે એકર જમીનનું સંપાદન થયું છે.

મળતી માહિતી મુજબ ઓસ્ટ્રેલિયાના સીડનીમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના તત્વાવધાન માં નૂતન કૃષ્ણધામ હવેલી નું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેની માટે વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગૌસ્વામી 108 વ્રજરાજકુમારજી મહારાજ દ્રારા આ નિર્માણ થવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો:- Vastu Tips: આ દિશામાં માટલુ મુકવાથી થઇ જશો માલામાલ, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર?

વ્રજરાજકુમાર મહારાજ સમગ્ર વિશ્વમાં હિન્દુ સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તેમના જીવનની દરેક ક્ષણમાં તેઓ માત્ર એક જ વિચાર કરતા હોય છે અને તે છે હિન્દુ સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર પ્રસાર, સમગ્ર વિશ્વમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવે જેને લઈને ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટી હવેલી કૃષ્ણધામ સંકુલનું નિર્માણ થશે.

buyer ads

ઓસ્ટ્રેલિયાના તત્વાવધાનમાં અનેક કાર્યક્રમો સમાજલક્ષી, માનવતાલક્ષી તેમજ ધર્મલક્ષી અને કથાઓનું પણ આયોજન થતું હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી સિડનીમાં વસતા વૈષ્ણવો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પ્રતીક્ષાનો હવે, અંત આવી ગયો છે. વિવાયઓ સિડનીના તત્વાવધાનમાં સિડની ખાતે હવેલીનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો