child Stomach pain

child Stomach pain: શું તમારુ બાળક પણ કરે છે સતત પેટમાં દુખવાની ફરીયાદ? તો થઇ જાવ એલર્ટ

child Stomach pain: શારિરિક, માનસિક અને વાળની સાથે-સાથે બાળકોનું પેટ પણ સ્વસ્થ રહે એ ખૂબ જરૂરી છે

હેલ્થ ડેસ્ક, 20 સપ્ટેમ્બરઃchild Stomach pain: ઘણા બાળકો સતત પેટમાં દુખવાની ફરીયાદ કરતા હોય છે, તો પેટમાં દુખાવાનીસાથે જ નાના બાળકોને ગળામાં ઇન્ફેક્શનને પણ વારંવાર થતુ હોય છે. આ પાછળનું કારણ એ હોય છે કે તેઓ કોઇ પણ વસ્તુ મોંઢામાં જલદી નાંખે છે જેના કારણે ગળામાં ઇન્ફેક્શન થવાના ચાન્સિસ વધી જાય છે.

શારિરિક, માનસિક અને વાળની સાથે-સાથે બાળકોનું પેટ પણ સ્વસ્થ રહે એ ખૂબ જરૂરી છે. પરંતુ બાળકો ખાવા-પીવાની બાબતમાં સરખું ધ્યાન ના આપવાને કારણે એમને પાચન સંબંધીત તકલીફો થવાના ચાન્સિસ વધી જાય છે. પાચન સંબંધીત તકલીફને દૂર કરવા માટે પેરેન્ટ્સે અનેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો જાણો આ માટે પેરેન્ટ્સે ખાસ કરીને કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

આ પણ વાંચોઃ May be an alliance between Gujarat Congress and NCP: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધન થવાના એંધાણ- વાંચો વિગત

Advertisement

પેરેન્ટ્સ ખાસ રાખે આ ધ્યાન

ફાઇબરથી ભરપૂર આહાર આપો

તમારા બાળકને પેટ સંબંધીત તકલીફ છે તો તમે એમના ડાયટમાં ફાઇબરથી ભરપૂર આહારને એડ કરો. આ માટે તમે અનાજ, દાળ, નટ્સ, બીજ, ફળ અને શાકભાજીને શામેલ કરી શકો છો. ફાઇબર યુક્ત આહાર બાળકોનું પાચન તંત્ર સ્વસ્થ રાખવામાં મદદ કરે છે જેના કારણે ગેસ, એસિડિટી, બ્લોટિંગ, ઉલ્ટી અને કબજીયાત જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે.

ફિઝિકલ એક્ટિવિટી કરાવો

પેટ સંબંધીત સમસ્યાઓમાંથી બાળકોને બચાવવા માટે સૌથી બેસ્ટ ઉપાય ફિઝિકલ એક્ટિવિટી કરાવવાનો છે. જો તમે બાળકને રોજ અલગ-અલગ ટાઇપની એક્ટિવિટી કરાવો છો તો પેટ સંબંધીત અનેક તકલીફો ઓછી થઇ જાય છે. આનાથી બાળક સ્વસ્થ રહે છે અને પાચન તંત્ર પણ સારું થાય છે.

ભરપૂર માત્રામાં પાણી પીવડાવો

અનેક બાળકો એવા હોય છે જે બહુ જ ઓછી માત્રામાં પાણી પીવે છે જેના કારણે શરીરમાં અનેક બીમારીઓ એન્ટ્રી કરવા લાગે છે. મોટાભાગના બાળકો બહુ જ ઓછુ પાણી પીતા હોય છે, જેના કારણે કબજીયાત, પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. આ માટે તમે બાળકોને નારિયેળ પાણી, તરબૂચ, શક્કરટેટી, ખીરા જેવી વસ્તુઓ વધુ પ્રમાણમાં ખવડાવો.

Advertisement

સમયે ખાવાની આદત પાડો

મોટાભાગના બાળકો જ્યારે ભૂખ લાગે ત્યારે ખાતા હોય છે. પરંતુ આ એક ખોટી આદત છે. તમે તમારા બાળકને ખવડાવવાનો એક સમય નક્કી કરી લો જેથી કરીને પાચન સંબંધિત તકલીફો આગળ જતા થાય નહીં.

આ પણ વાંચોઃ Pitru paksha shraddh Place 2022: પિતૃઓની આત્માની શાંતિ માટે આ જગ્યાઓ પર કરો શ્રાદ્ધ, મળશે વિશેષ આશિર્વાદ

Gujarati banner 01

Advertisement