May be an alliance between Gujarat Congress and NCP

May be an alliance between Gujarat Congress and NCP: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધન થવાના એંધાણ- વાંચો વિગત

May be an alliance between Gujarat Congress and NCP: ગુજરાતનો ગઢ જીતવા દરેક રાજકીય પાર્ટીઓ કરી રહી મથામણ

અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃMay be an alliance between Gujarat Congress and NCP: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ અને મતદારોને આકર્ષવા અલગ-અલગ પક્ષો દ્વારા અલગ અલગ જાહેરાતો કરવામાં આવી રહી છે.  ગુજરાતનો ગઢ જીતવા દરેક રાજકીય પાર્ટીઓ મથામણ કરી રહી છે.  આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 

નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, NCPએ કોંગ્રેસ પાસે 10 બેઠકોની માંગ કરી છે. તો ગઠબંધન કરવા કોંગ્રેસે NCP સમક્ષ કેટલીક શરતો મૂકી છે. કોંગ્રેસના નેતાઓએ કાંધલ જાડેજાને લઇ સવાલ ઉઠાવ્યા છે.

આ પણ વાંચોઃ Pitru paksha shraddh Place 2022: પિતૃઓની આત્માની શાંતિ માટે આ જગ્યાઓ પર કરો શ્રાદ્ધ, મળશે વિશેષ આશિર્વાદ

આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે,  હજુ સુધી કોંગ્રેસ 10 બેઠકને લઈને સહમત થઈ નથી, હાલ બંને વચ્ચે આ મામલે વાતચીત ચાલી રહી છે. કાંધલ જાડેજા મામલે સ્ટેન્ડ ક્લીઅર કરવા કોંગ્રેસે એનસીપીને જણાવ્યું છે. નોંધનીય છે કે, ગત રાજ્યસભા ચૂંટણીમાં NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કર્યું હતું.

આ સમાચારને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. જો બંને પક્ષ વચ્ચે બધુ જ યોગ્ય રહેશે તો ટૂંક સમયમાં આ જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Pantajli IPO Launch: પતંજલિ આયુર્વેદ, મેડિસિન, લાઇફસ્ટાઇલ-વેલનેસનો IPO કરશે લૉન્ચ

Gujarati banner 01