Amisha patel dating pakistani actor

Amisha patel dating pakistani actor: આ પાકિસ્તાની એક્ટરને ડેટ કરી રહી છે ગદ્દર ગર્લ અમિષા પટેલ? જાણો શું છે મામલો

Amisha patel dating pakistani actor: ઈમરાન અને અમીષાએ ઈન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં બંને રોમેન્ટિક થઈ રહ્યા છે

મનોરંજન ડેસ્ક, 20 સપ્ટેમ્બરઃAmisha patel dating pakistani actor: ફિલ્મ એક્ટ્રેસ અમીષા પટેલ હંમેશાં બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે પાકિસ્તાનના હેન્ડસમ હંક એક્ટર ઈમરાન અબ્બાસ સાથે રિલેશનશિપ સ્ટેટ્સની બોલિવૂડમાં ચર્ચા થઈ રહી છે. ઈમરાન અને અમીષા બંનેની વચ્ચે અત્યારે શું ચાલી રહ્યું છે તે જાણવા માટે ફેન્સ ઉત્સાહિત છે. આ મિત્રતા છે કે પછી બીજું કઈ એ તો આવનાર સમયમાં જ ખબર પડશે.

વાત એમ છે કે, ઈમરાન અને અમીષા પટેલના અફેરની ચર્ચા ચારેય તરફ થઈ રહી છે. તે બંને વર્ષોથી એકબીજાને ઓળખે છે. સારી મિત્રતા હોવાનો દાવો કરે છે પરંતુ હવે સામે આવેલી નિકટતા કંઈક અલગ જ વાત રજૂ કરે છે. ઈમરાન અને અમીષાએ ઈન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં બંને રોમેન્ટિક થઈ રહ્યા છે. અલકા યાગ્નિક અને ઉદિત નારાયણના એક લવ રોમેન્ટિક બોલિવૂડ સોન્ગ પર અમીષા અને ઈમરાન રોમાન્સ કરી રહ્યા છે. તેમની વચ્ચે સારી કેમિસ્ટ્રી જોવા મળી રહી છે.

View this post on Instagram

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

આ વીડિયોને શેર કરતા ઈમરાને કેપ્શનમાં લખ્યું- મારી મિત્ર અમીષા પટેલ સાથે પોતાના ફેવરેટ ટિપીકલ બોલિવૂડ ટ્યુન્સ પર ફિલ્મી થવાની મજા આવી. આ ગીતને અમીષા પટેલ પર ફિલ્માવવામાં આવ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે અમીષા અને ઈમરાન લવી ડવી થઈ રહ્યા છે. ક્યારેક એકબીજાને હગ કરે છે તો ક્યારેક એકબીજાનો હાથ પકડીને રોમાન્સ કરી રહ્યા છે. અમીષાએ પણ આ વીડિયોને ઈન્સ્ટા પર શેર કર્યો છે.

આ પણ વાંચોઃ child Stomach pain: શું તમારુ બાળક પણ કરે છે સતત પેટમાં દુખવાની ફરીયાદ? તો થઇ જાવ એલર્ટ

અમીષા લખે છે કે- ગયા અઠવાડિયે બેહરીનમાં પોતાના સુપરસ્ટાર મિત્ર ઈમરાન અબ્બાસની સાથે ઘણી મસ્તી કરી. બોબી દેઓલની સાથે મારી ફિલ્મ ક્રાંતિનું આ ગીત ઈમરાન અને મારા ફેવરેટ ગીતોમાંનું એક છે. અમીષાની પોસ્ટ પર ઈમરાને કમેન્ટ કરી કે, તેણે આ વીડિયો શૂટ કરવાની ઘણી મજા આવી. તે ફરીથી અમીષા સાથે મુલાકાત કરવા માટે રાહ જોઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અમીષા અને ઈમરાનનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ તેમના રિલેશનમાં હોવાની અટકળો જોર પકડી રહી છે. બંનેની જોડી, કેમિસ્ટ્રી લોકોને પસંદ આવી રહી છે.

આ પણ વાંચોઃ May be an alliance between Gujarat Congress and NCP: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધન થવાના એંધાણ- વાંચો વિગત

Gujarati banner 01