World sparrow Day

World sparrow Day: જામનગરના અલગ અલગ સ્થળો પર લોકોને વિના મૂલ્યે ચકલીના માળા નું વિતરણ કરવામાં આવ્યું હતું…

જામનગર, 20 માર્ચ: World sparrow Day: 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ ઉપર રાજ્યમાં અનેક જગ્યા પર કાર્યક્રમો યોજાયા રહ્યા છે ત્યારે જામનગરમાં મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા 10,000 માળા ઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જામનગરના વોર્ડ 2 ના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા છેલ્લા પાંચ વર્ષ થી વિશ્વ ચકલી દિવસ ઉપર તેમને મળતા કોર્પોરેટર તરીકે ના ભથ્થા માંથી વિના મૂલ્યે ચકલીના માળા અને પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવે છે…

આજે પણ જામનગરના અલગ અલગ સ્થળો પર લોકોને વિના મૂલ્યે 10,000 પાણીના બાઉલ અને ચકલીના માળા નું વિતરણ કરવામાં આવ્યું હતું…

જેમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા ) મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા અને આગેવાનો હાજર રહ્યા હતા…

આ પણ વાંચો..Dilip kumar Professionalism: દિલીપકુમાર- મધુબાલા

Gujarati banner 01