Iphone 13

IPhone 13 offer: જો તમે પ્લાન કરી રહ્યાં છો આઇફોન લેવાનો તો આ છે એકદમ બેસ્ટ સમય, જાણો સંપૂર્ણ ડીલ

IPhone 13 offer: જો તમે iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો તો iPhone 13 પર એક શાનદાર ઑફર છે. તમે આ ફોનને ડિસ્કાઉન્ટ, બેંક ઓફર અને એક્સચેન્જ બોનસ સાથે ખરીદી શકો છો. એટલે કે આના પર ત્રણ-ત્રણ ઓફર મળી રહી છે.

બિઝનેસ ડેસ્ક, 22 મે: IPhone 13 offer: જો તમે નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો, તો તમે iPhone પર પણ વિચાર કરી શકો છો. પ્રીમિયમ માર્કેટમાં Appleના લેટેસ્ટ પ્લેયર iPhone 13 પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ માટે તમારે એમેઝોન કે ફ્લિપકાર્ટ પર નહીં પણ ક્રોમા સ્ટોર પર જવું પડશે. અહીં માત્ર ડિસ્કાઉન્ટ જ નહીં, તમને એક્સચેન્જ ઑફર્સ અને અન્ય લાભો પણ મળી રહ્યા છે.

iPhone 13 સ્માર્ટફોન Croma પર 10,000 રૂપિયાની ઓછી કિંમતે મળે છે. iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Pro Max અને iPhone 13 Mini આ સીરીઝમાં આવે છે. કંપની આ વર્ષે સપ્ટેમ્બરમાં નવા iPhone લોન્ચ કરી શકે છે. તે પહેલાં તેમને ખરીદવાની આ સારી તક છે. આવો જાણીએ શું છે સમગ્ર ડીલ.

ડિસ્કાઉન્ટ

iPhone 13ની કિંમત 79,990 રૂપિયા છે. તેના પર ક્રોમા પર 10 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત 69,900 રૂપિયા થઈ જશે. આ સિવાય HDFC બેંકના કાર્ડ પર તમને 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એટલે કે ફોનની કિંમત 64,900 રૂપિયા હશે. જો તમે iPhone યુઝર છો, તો તમે તમારો જૂનો ફોન પણ બદલી શકો છો.

એક્સચેન્જ ઓફર હાલમાં સ્ટોર પર 64GB સ્ટોરેજ સાથે iPhone 11ના એક્સચેન્જ પર તમને 16 હજાર રૂપિયાની કિંમત મળશે. બીજી તરફ, જો તમારી પાસે 128GB સ્ટોરેજ વેરિઅન્ટ છે, તો તમે તેને 18,420 રૂપિયામાં ખરીદી શકો છો. જો તમે iPhone 12ના 64GB સ્ટોરેજ વેરિઅન્ટમાં ટ્રેડ-ઇન કરો છો, તો તમને 21,540 રૂપિયા મળશે. જો કે આ સમયે ભાગ્યે જ કોઈ તેમના iPhone 12 ને એક્સચેન્જ કરવાનું પસંદ કરશે.

iPhone 11 ની એક્સચેન્જ કરીને, તમે માત્ર 49,900 રૂપિયામાં નવો iPhone ખરીદી શકો છો. iPhone 14 સિરીઝના લોન્ચમાં હજુ સમય છે, ત્યારે તમે આ ડીલનો લાભ લઇ શકો છો. (સોર્સ: ન્યુજ રીચ)

આ પણ વાંચો..Reduction in the price of LPG cylinders: LPG સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘડાટો, આ લોકોને થશે ફાયદો

Gujarati banner 01