hevay rain

Environmental information of Gujarat: રાજ્યમાં બદલાતા વાતાવરણને લઇ હવામાન વિભાગની આગાહી, કહ્યું- અહીં થશે વરસાદ! વાંચો વિગત

Environmental information of Gujarat: તાપમાનમાં આગામી 5 દિવસ સુધી 2-3 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના છે

અમદાવાદ, 22 મેઃEnvironmental information of Gujarat: રાજ્યમાં એક તરફ ચોમાસું વહેલાં આવશે તેવી આગાહી વચ્ચે હવામાન વિભાગે હવે ગરમીને લઇને વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ‘રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે.

રાજ્યમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી ઘટી શકે છે. દક્ષિણ ગુજરાતમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તારીખ 23 અને 24 મેના રોજ વાદળછાયું વાતાવરણ રહેશે.

આ પણ વાંચોઃ Progressive farming: સૌરાષ્ટ્રના ખેડૂતની દક્ષિણ ગુજરાતમાં અનોખી ખેતી કરી સૌનુ ધ્યાન ખેચ્યું

રાજ્યના હવામાન વિભાગએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનના પારામાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આ સાથે આગામી ત્રણ દિવસો સુધીમાં ગુજરાતનું વાતાવરણ મોટાભાગે સૂકું રહેશે અને વરસાદની સંભાવના નથી. આ બાદ તાપમાનમાં આગામી 5 દિવસ સુધી 2-3 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના છે. તેમણે જણાવ્યું કે, પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. 

જો કે, હજુ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી,પરંતુ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. અમદાવાદ સહિતના શહેરોમાં છેલ્લા બે દિવસથી હિટવેવની આગાહી જાહેર કરાઈ હતી. જેને લઈને અમદાવાદમાં બે દિવસથી તાપમાનનો પારો 43 ડિગ્રી આસ-પાસ રહેવા પામ્યો છે, આ વચ્ચે આવતીકાલે પણ શહેરમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Reduction in the price of LPG cylinders: LPG સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘડાટો, આ લોકોને થશે ફાયદો

Gujarati banner 01