a7d70be1 65b7 4e85 8a38 f51fb9793424

Pocket ECG Machine: લો હવે મોટા જટિલ કાર્ડિયોગ્રામ મશીનમાંથી પણ છુટકારો, વડોદરાના ટેક્નોક્રેટસ એ બનાવ્યું પોકેટ ઈસીજી મશીન

Pocket ECG Machine: ખર્ચાળ અને જટિલ એવા મેડિકલ ઉપકરણો ને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારો માં તમામ મેડિકલ સેન્ટર્સ અને નિષ્ણાંત તજજ્ઞો સુધી પહોંચાડવાનો એક ઉમદા ઉદ્દેશ્ય

વડોદરા, 19 ઓક્ટોબરઃ Pocket ECG Machine: આજે જ્યારે આપણે આત્મનિર્ભર ભારત ની વાત કરી રહ્યા છે, ત્યારે એ સપનાને ખરા અર્થ માં સાર્થક કરવા માટે વડોદરાના બે ઉદ્યોગસાહસિકો યોગેશ પટેલ અને અજિંક્ય પુરાણિક દ્વારા તેઓના સ્ટાર્ટઅપ ‘કવીતુલ ટેક્નોલોજીસ’ ના માધ્યમ થી ખર્ચાળ અને જટિલ એવા મેડિકલ ઉપકરણો ને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારો માં તમામ મેડિકલ સેન્ટર્સ અને નિષ્ણાંત તજજ્ઞો સુધી પહોંચાડવાના એક ઉમદા ઉદ્દેશ્ય સાથે શરૂઆત કરવામાં આવી.

તેઓ દ્વારા વિકસિત કરવામાં માં આવેલ પોકેટ ઈસીજી (કાર્ડિયોગ્રામ) મશીન ની મદદ થી મેડિકલ ક્ષેત્રે કરવામાં આવતા કાર્ડિયોગ્રામ કાર્યક્ષમ અને પ્રમાણ માં સસ્તા બન્યા છે. મોબાઈલ કરતા પણ નાના બનાવેલા એવા આ ઈસીજી (કાર્ડિયોગ્રામ) મશીન ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

‘ડોક્ટર કાર્ડીઓ’ નામ થી બનાવેલ આ ઇનોવેટિવ હેલ્થટેક પ્રોડક્ટ ને ISO 13485:2016, CE, ROHS તેમજ UL સર્ટિફિકેશન થી પ્રમાણિત થઇ છે. આ માટે તેઓને પારુલ યુનિવર્સિટી સંચાલિત સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર અને એક્સેલેટર એવા “વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો” નો જરૂર સપોર્ટ મળ્યો છે. તદુપરાંત તેઓના આ પ્લેટફોર્મ ને આગળ ધપાવવા માટે જરૂરી માર્ગદર્શન, ઇન્ડસ્ટ્રી નેટવર્ક સપોર્ટ તથા અન્ય સહાયતા વડ-એક્સ લોન્ચપેડ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી રહી છે.

Advertisement

આ વિશે વધુ જણાવતા અજિંક્ય જણાવે છે કે, ટૂંક જ ઓછા સમય માં આ સ્ટાર્ટઅપ દ્વારા અમે 350 કરતા વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હીતધારકો અને મેડિકલ ક્ષેત્ર ના ઉપભોક્તાઓ સુધી પહોંચ્યા છે.

આ પણ વાંચોઃ Priyanka Gandhi Announcement: પ્રિયંકા ગાંધીનુ મોટુ એલાન, હવે યુપી વિધાનસભામાં કોંગ્રેસ 40 ટકા ટિકિટો મહિલાઓને આપશે

Whatsapp Join Banner Guj

Advertisement