Sharad purnima dudh pauva importance

Importance of dudh pauva on Sharad Poonam: શરદ પૂનમના દિવસે દૂધ પૌંઆ કેમ ખાવામાં આવે છે? જાણો કારણ સાથે પૌરાણિક કથા

Importance of dudh pauva on Sharad Poonam: શરદ પૂનમે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનની ગોપીઓ સાથે મહારાસ રમ્યા હતા તેની કથા છે. આ રાત્રિને રાસપૂનમ કહેવામાં આવે છે

ધર્મ ડેસ્ક, 19 ઓક્ટોબરઃ Importance of dudh pauva on Sharad Poonam: શરદ પૂનમે દુધ પૌંઆ કેમ ખાવામાં આવે છે ? વર્ષની બાર પૂનમોમાં શરદ પૂનમ કેમ શ્રેષ્ઠ છે? શરદ પૂનમનો ચંદ્ર એટલે પૂર્ણતાનું પ્રતિક છે. શરદ પૂનમે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનની ગોપીઓ સાથે મહારાસ રમ્યા હતા તેની કથા છે. આ રાત્રિને રાસપૂનમ કહેવામાં આવે છે. કૃષ્ણે વાંસળીના સૂર છેડયા બધી વ્રજની ગોપીઓ ઘરનાં અધૂરાં કામ છોડી દોડતી આવી પ્રભુ મિલનની એટલી તીવ્ર ઉત્કંઠા હતી કે ગોપીઓ દેહભાન ભૂલી કોઈએ આંખમાં મેશ આંજવાને બદલે કંકુ આંજી દીધું.

ગોપીઓની પરિક્ષા લેવા કૃષ્ણે કહ્યું- આટલી રાત્રે કેમ આવ્યા છો ? તમે પરત જાઓ ગોપીઓએ કહ્યું તમારા ચરણની રજ એજ અમારું સર્વશ્વ છે. આ પ્રસંગનું શ્રીમદ્ ભાગવતનું શ્રેષ્ઠ ‘ગોપગીત’ પ્રખ્યાત છે. આ સંસારનું શ્રેષ્ઠ વિરહ ગીત છે. શુકદેવજી પરિક્ષીતીને કહે છે કે એ પરિક્ષીત ગોપીગીત શ્રેષ્ઠ છે. શ્રી કૃષ્ણ લીલામાં રાસ લીલાનું આગવું મહત્વ છે. રાસ શબ્દનો મૂળ અર્થ રાસ એટલે રસ છે. કૃષ્ણ ભગવાન રસ રૂપ છે. સ્વયં ભગવાન રસૌ વૈ સ: ।। છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં ‘રાસ પંચાધ્યાયી’ પ્રકરણ છે. બધી પૂનમોમાં શરદ પૂનમ શ્રેષ્ઠ મનાય છે. ભગવાન કૃષ્ણે યુધિષ્ઠીરને કહ્યું પૂર્ણિમા વ્રત શ્રેષ્ઠ છે. પૂનમને દિવસેકરેલી પગયાત્રા ઉપવાસ દેવ-દર્શન નૈવેદ્ય સુખ શાંતિ બક્ષે છે. ભક્તિમાં શ્રદ્ધાનો વધારો કરાવે છે.

આ પણ વાંચોઃ Deepawali bonus announces: કેન્દ્રીય કર્મીઓ માટે નાણા મંત્રાલયનું દિવાળી પર એડહૉક બોનસ આપવાનુ એલાન

નવરાત્રિ પછી બધા ખેલૈયાઓ શરદ પૂનમની રાહ જુએ છે. બધા(Importance of dudh pauva on Sharad Poonam) દૂધ પૌઆ પ્રભુને ધરાવે છે. પૂનમની ચાંદનીમાં રાખેલ દુધ-પૌંઆ ખાવાથી શરીરમાં રહેલી પિત્ત પ્રકૃત્તિ દૂર થાય છે. દુધ પૌંઆ આરોગ્ય વર્ધક છે. એક એવી માન્યતા છે કે શરદપૂનમે જે સોયમાં દોરો પરોવે તો તેની આંખો સંપુર્ણ રીતે સારી છે એમ મનાય છે. ચાંદની આરોગ્ય વર્ધક છે. પૂર્ણિમાનું વ્રત કરવાથી આયુષ્યમાં વૃધ્ધિ થાય છે. શરદ પૂનમ એ નવરાત્રિનું મહાપર્વ મનાય છે. શ્રી કૃષ્ણ રાસેશ્વર ગણાયા છે. શરદ પૂનમની રાત્રે સમુદ્રની છીપલીમાં રહેલ જલ ચંદ્ર કિરણોના સ્પર્શથી માણેક મોતી બની જાય છે તેથી માણેકઠારી પૂનમ કહેવાય છે. આને કૌજાગરી પણ કહે છે. ઘણા લોકો લક્ષ્મી પૂજન કરીને જાગરણ કરે છે.

Importance of dudh pauva on Sharad Poonam: શાસ્ત્રમાં આને શરદ કૌમીદી વ્રત કહેવામાં આવે છે. શરદ પૂનમનું પર્વ નીરોગી જીવન બનાવવાનું પર્વ છે. ચાંદની રાત બધાને પ્રિય છે. કવિઓએ ચાંદની અને ચાંદના ભરપુર વખાણ કરેલ છે. ચાંદનીમાં અગાશી ઉપર બેસી ચાંદનીમાં ન્હાવા જેવું છે. ઋતુભેદ પ્રકોપનાં નિવારણ અર્થે ઉચિત આહાર વિહાર જરૂરી છે. ઋતુ જન્ય રોગો અગાઉ ભાદરવામાં થાય છે. અગાઉના મહિનામાં શરીરમાં પિત્ત સંગ્રહ ભેજવાળી હવાથી થયેલ હોય છે. પિત્તના કાર્યથી શરીરને અસર થાય છે. આમરસ શરીરમાં હોય છે તે પાચનમાં ગરબડ કરે છે.

ગેસની- મરડાની તકલીફ થાય છે. દુધ-પૌંઆ એ પિત્તશામક આહાર છે. દૂધ પિત્ત શામક પિણું છે. પિત્તનાશક દુધ અમૃત સમાન છે. ગાયનું દુધ ઉત્તમ ગણાય છે. દુધ પૌંઆ ધાબા ઉપર રાખવાથી ચાંદનીની સૌમ્યતા જ્યોત્સના ભળે છે. આ પૂનમની ચાંદની આરોગ્ય વર્ધક છે. શીતળ છે. માન્યતા મુજબ ધાબા ઉપર રાખેલા આ દુધ પૌંઆ દમના દર્દીઓ માટે એક ઔષધિ જેવું પુરવાર થાય છે. શરદ કાલીન રોગોને તે દુર કરે છે. શરદ પૂનમ ચોમાસા અને શિયાળાનું અનુસંધાન આપતી ઋતુ છે.

આ પણ વાંચોઃ Pocket ECG Machine: લો હવે મોટા જટિલ કાર્ડિયોગ્રામ મશીનમાંથી પણ છુટકારો, વડોદરાના ટેક્નોક્રેટસ એ બનાવ્યું પોકેટ ઈસીજી મશીન

Whatsapp Join Banner Guj