Early Wake Up Tips: શું તમને પણ સવારે વહેલા ઉઠવામાં થાય છે તકલીફ? અપનાવો આ ટિપ્સ…
Early Wake Up Tips: મોબાઈલ ફોનમાં એલાર્મ સેટ કર્યા પછી તેને એટલો દૂર રાખો કે તમને અવાજ સંભળાય પણ હાથ ત્યાં ન પહોંચી શકે
લાઇફ સ્ટાઇલ, 28 નવેમ્બરઃ Early Wake Up Tips: સવારે વેહલા ઉઠવામાં ઘણા લોકોને પરેશાની થતી હોય છે. એમાં પણ વર્તમાન યુગની જીવનશૈલી ખૂબ જ વ્યસ્ત બની ગઈ છે, આવી સ્થિતિમાં, આપણે સંપૂર્ણ રીતે સૂઈ શકતા નથી અને પછી સવારે ઉઠવું પર્વતને વહન કરવા જેવું મુશ્કેલ બની જાય છે.
સામાન્ય રીતે, આરોગ્ય નિષ્ણાતો તંદુરસ્ત પુખ્ત વયના વ્યક્તિને 8 કલાકની નિરાંતની ઊંઘ લેવાની ભલામણ કરે છે, પરંતુ દરેક વ્યક્તિ તે પ્રમાણે અનુસરવા સક્ષમ નથી અને પછી જ્યારે સવારે જાગવાનો સમય આવે છે, ત્યારે ઊંઘ દૂર થવાનું નામ નથી લેતી.
આંખો અને તેની સાથે શરીરમાં ખૂબ દુખાવો થાય છે. જો તમને પણ સવારે વહેલા ઉઠવામાં પરેશાનીનો સામનો કરવો પડે છે, તો આજે અમે તમને એવા ઉપાયો જણાવીશું જેનાથી ઊંઘમાંથી છૂટકારો મેળવવામાં સરળતા રહેશે. આવો જાણીએ…
સવારે ઉઠતા સમયે આલાર્મને દૂર રાખો
સેલફોનના ટ્રેન્ડ પહેલા આપણે એલાર્મ ક્લોકનો વધુ ઉપયોગ કરતા હતા, પરંતુ ટેક્નોલોજીના વિકાસ પછી મોબાઈલમાં જ એલાર્મની સુવિધા આવી ગઈ છે, પરંતુ તેની સમસ્યા એ છે કે આપણે ફોનમાં સ્નૂઝ બટનનો વધુ ઉપયોગ કરીએ છીએ, જેના કારણે તે એક વાર દબાવી દીધા બાદ પથારી છોડવામાં મોડું થઈ જાય છે.
એટલા માટે સૌથી સારો રસ્તો એ છે કે મોબાઈલ ફોનમાં એલાર્મ સેટ કર્યા પછી તેને એટલો દૂર રાખો કે તમને અવાજ સંભળાય પણ હાથ ત્યાં ન પહોંચી શકે. આમ કરવાથી તમારે એલાર્મ બંધ કરવા માટે પથારીમાંથી ઉઠવું પડશે અને પછી ઊંઘમાં ખલેલ પડશે.
સવારે ઉઠતા જ હુંફાળું પાણી પીવું જોઈએ
ભારતમાં ઘણા લોકોને સવારે ઉઠતાની સાથે જ ચા પીવાની આદત હોય છે, જેને બેડ ટી પણ કહેવામાં આવે છે, પરંતુ આમ કરવાથી એસિડિટી અને કબજિયાત જેવી પેટની સમસ્યાઓ થઈ શકે છે.
એટલા માટે ચા પીવાને બદલે તમે હુંફાળા પાણીનુ સેવન કરો, તેનાથી આપણું શરીર તરત જ સક્રિય બને છે અને જે લોકોને કબજિયાતની ફરિયાદ હોય તેમને આરામ મળે છે. જો તમે ઈચ્છો તો હૂંફાળા પાણીમાં મધ અને લીંબુ મિક્સ કરી શકો છો. આમ કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
સવારે ઉઠી ચાલવા જવું જોઈએ
જ્યારે ઉપરોક્ત ઉપાયોમાંથી કોઈ એક કરવા છતાં પણ આંખોમાંથી ઊંઘ જતી નથી અને સુસ્તીનો અનુભવ થતો હોય ત્યારે તમારે મોર્નિંગ વોક માટે જવું જરૂરી છે. 20 થી 30 મિનિટ ચાલવાનો પ્રયાસ કરો જેથી તમારું શરીર સક્રિય બને અને પછી તમને પાછા પથારીમાં જવાની જરૂર ન લાગે.