Managalsutra Design Ideas

Managalsutra Design Ideas: મંગળસૂત્રની ડિઝાઈન જરા હટકે પસંદ કરવી છે તો આ સેલેબ્રિટીસને ફોલો કરો

Managalsutra Design Ideas: એક્ટ્રેસિસ હેવી લુકની જગ્યાએ તે લાઇટ વેટ મંગળસૂત્રની સાથે રિસ્ટ અથવા બ્રેસલેટ મંગળસૂત્ર પહેરવાનું પસંદ કરે છે

લાઇફ સ્ટાઇલ, 12 ફેબ્રુઆરીઃ Managalsutra Design Ideas: બોલિવૂડ એક્ટ્રેસિસ તેમના કપડાં અને જ્વેલરીમાં એવી ડિઝાઈન પસંદ કરે છે જે સ્ટાઈલિશ હોય સાથે-સાથે ટ્રેન્ડી પણ હોય. ભલે તે કપડાં હોય કે જ્વેલરી, કોઈપણ વસ્તુ હોય બીટાઉનની હસિનાઓ ટ્રેન્ડી ટ્રાય કરવાનું પસંદ કરતી હોય છે. તેમાં મંગળસૂત્ર પણ સામેલ છે. સુહાગની નિશાની તરીકે પહેરાતા આ મંગળસૂત્રને બોલિવૂડ એક્ટ્રેસિસ સમયની સાથે નવો લુક આપી રહી છે. હેવી લુકની જગ્યાએ તે લાઇટ વેટ મંગળસૂત્રની સાથે રિસ્ટ અથવા બ્રેસલેટ મંગળસૂત્ર પહેરવાનું પસંદ કરે છે.

શિલ્પા શેટ્ટી

actresses bracelet mangalsutra: shilpa shetty to sonam kapoor bollywood  actresses who wear bracelet mangalsutra or mangalsutra on wrist - बॉलिवुड  की ये 3 ऐक्ट्रेसेस हाथ में पहनती हैं मंगलसूत्र - Navbharat Times

શિલ્પા પાસે બે પ્રકારના મંગળસૂત્ર છે. એકમાં કાળા અને સોનાના મોતી સાથે થ્રી ડાયમંડ પેંડલ લાગેલું છે. તેને શિલ્પા ગળામાં પહેરે છે. અને જે બીજું બ્રેસલેટ શેપમાં છે, તે સિંગલ લેયર ચેનની સાથે સોનાના મોતીનો ઉપયોગ કરેલો છે. તેમાં ડાયમંડની જગ્યા પર સોનાનું પાતળું પેંડલ છે. શિલ્પાએ તેને લાઈટ વેટ રખાવ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં શિલ્પાએ જણાવ્યું હતું કે જ્યારે ટ્રેડિશનલ કપડાં પહેરે છે ત્યારે જ ગળામાં મંગળસૂત્ર પહેરે છે.

સોનમ કપૂર

Know all about Sonam Kapoor's ring and mangalsutra

સોનમ કપૂરના મંગળસૂત્રની ડિઝાઈન સૌથી અલગ છે. તેમાં સિંગલ ડાયમંડની સાથે એક્ટ્રેસ અને પતિ આનંદ આહુજાના સન સાઈનના ડાયમંડ સ્ટડિડ પેંડલ લાગેલું છે. આ શોર્ટ લેન્થ બ્રેસલેટની ડિઝાઈન એવી છે કે તેને સરળતાથી તમે ગળામાં અને હાથમાં પહેરી શકો છો.

બિપાસા બાસુ

Bipasha Basu In Mangalsutra- Inext Live

બંગાળી રીત-રિવાજથી લગ્ન કરનારી બિપાસા બાસુ પણ મંગળસૂત્ર બ્રેસલેટ ફોર્મમાં પહેરવાનું પસંદ કરે છે. તેને થોડા સમય પહેલાં એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેનું ડેલિકેટ લુકિંગ પેંડલવાળું બ્રેસલેટ જોવા મળ્યું હતું.

દીપિકા પાદુકોણ

Did you see newlywed Deepika Padukone's Rs 20 lakh Mangalsutra in latest  airport pictures? | Fashion News – India TV

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન ધામધૂમથી ઇટલીમાં થયા હતા. તેમણે લગ્નને પરફેક્ટ બનાવવામાં કોઈ કસર છોડી નહોતી, કપડાંથી લઈને નાની-મોટી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખ્યું હતું. તેમાં તેનું મંગળસૂત્ર પણ સામેલ છે. કાળા અને સોનાના સિંગલ મોતીવાળા આ મંગળસૂત્રની કિંમત 20 લાખ રૂપિયા જાણવા મળી છે.

અનુષ્કા શર્મા

Aishwarya Rai Bachchan Divyanka Tripathi Deepika Padukone And Other  Celebrity Mangalsutra Designs You Can Take Inspiration From

અનુષ્કા શર્માએ લગ્નમાં લાલ પાનેતરની જગ્યાએ સુંદર લાઈટ પિંક કલર પહેરવાનું પસંદ કર્યું હતું. તેના મંગળસૂત્રની વાત કરીએ તો સ્લીક પણ મોટું પેંડલ છે જે ડાયમંડ સ્ટડ હતું. આ ડાયમંડના કારણે તેની કિંમત પણ એટલી જ હશે તેનો ખ્યાલ આવે છે. રિપોર્ટ્સ અનુસાર જાણવા મળ્યું છે કે તેના આ મંગળસૂત્રની કિંમત 52 લાખ રૂપિયા છે.

મૌની રોય

Mouni Roy-Suraj Nambiar Wedding PICS: Bride's exquisite mangalsutra to  newlyweds beaming with joy | PINKVILLA

થોડા દિવસો પહેલાં જ મોની રોય લગ્નના બંધનમાં બંધાઈ હતી, તેની જ્વેલરીના ફોટોઝ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. તેમાં તેનું મંગળસૂત્ર પણ સામેલ છે. પીળા રંગનું આ મંગળસૂત્ર દક્ષિણ ભારતમાં જે લગ્ન થાય તેમાં સામાન્ય છે. તેનો ઉપરનો ભાગ પીળા કલરના કોટન મેડ થ્રેડથી તૈયાર કરવામાં આવેલો હોય છે. તેનું લેયર સિંગલ અથવા ડબલ રાખવામાં આવે છે. તેમાં વચ્ચે સોનાનું પેંડલ મુકવામાં આવે છે. આ પેંડલને પછી કાળા મોતી અથવા સોનાની ચેનમાં પરોવી પણ શકો છો.

આ પણ વાંચોઃ IPL Auction: ઓક્શનર ચાલુ હરાજીએ સ્ટેજ પરથી ઢળી પડ્યાં, જુઓ વીડિયો

Gujarati banner 01