couple sleep

Sweating a lot while sleeping at night: તમને પણ રાત્રે ઊંઘતી વખતે બહુ પરસેવો થાય છે? તો જલદી જાણો આ લક્ષણો નહિં તો…

Sweating a lot while sleeping at night: તમને પણ રાત્રે ઊંઘતી વખતે બહુ પરસેવો થાય છે તો આ લક્ષણો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ ધ્યાન નહિં રાખો તો મોટી તકલીફમાં મુકાઇ શકો છો.

હેલ્થ ડેસ્ક, 19 મે: Sweating a lot while sleeping at night: અનેક શહેરોમાં હાલમાં કાળઝાળ ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે. આ દિવસોમાં અનેક લોકો કુલર અને એસી ખરીદી રહ્યા છે. બપોરના સમયમાં રસ્તાઓ પણ સૂમસામ બની ગયા છે. આ ગરમીમાં અનેક લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે. જો કે ઘણાં લોકોને રાત્રીના સમયમાં ખૂબ જ પરસેવો થતો હોય છે. ઘણાં લોકોને બારે મહિના રાત્રીના સમયમાં પરસેવો વધુ પ્રમાણમાં થતો હોય છે. જો તમને પણ કંઇક આવું જ થઇ રહ્યું છે તો જાણી લો આ પાછળના કારણો તમે પણ…

મેનોપોઝ

મહિલાઓને રાત્રીના સમયમાં પરસેવો થાય છે તો મેનોપોઝનો સંકેત હોઇ શકે છે. આ દરમિયાન હોર્મોન્સમાં અનેક બદલાવ આવે છે, જેના કારણે રાત્રે પરસેવો થતો હોય છે. મહિલાઓની ઉંમર 45-55 વર્ષની વચ્ચે છે તો પરસેવો થવા પાછળ આ કારણ પણ જવાબદાર છે.

દવા

જે લોકો વધુ પ્રમાણમાં મેડિસિન લે છે એ લોકોને રાત્રે ઊંઘતી વખતે પરસેવો વધુ પ્રમાણમાં થાય છે. એક રિપોર્ટના જણાવ્યા અનુસાર પરેસેવો આવવા પાછળ દવાઓની સાઇડ ઇફેક્ટ પણ એક કારણ હોઇ શકે છે.

લો બ્લડ શુગર લેવલ

લો બ્લડ શુગર લેવલને કારણે પણ ઘણાં લોકોને રાત્રે ઊંઘતી વખતે પરસેવો થતો હોય છે. શરીરમાં બ્લડ શુગર લેવલ ઘટી જાય ત્યારે આ પ્રોબ્લેમ્સ થઇ શકે છે. આ સ્થિતિ સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓને વધુ પ્રમાણમાં થાય છે. જેનું બ્લડ શુગર લેવલ ઓછુ હોય છે એમને રાત્રે ઊંઘતી વખતે પરસેવો વધારે થાય છે.

ઇન્ફેક્શન

રાત્રે પરસેવો થવા પાછળનું એક કારણ ઇન્ફેક્શન પણ હોઇ શકે છે. તમને જ્યારે કોઇ પણ પ્રકારનું ઇન્ફેક્શન થાય છે ત્યારે ઇમ્યુનિટી એ વાયરસ સામે લડે છે અને તમને એનાથી બચાવે છે. આ માટે જ્યારે પણ તમને કોઇ ઇન્ફેક્શન થાય તો તરત જ ડોક્ટરની સલાહ લો. ( સોર્સ: ન્યુજ રીચ)

   આ પણ વાંચો..Benefits of eating apple: દરરોજ આ સમયે ખાઓ 1 સફરજન દૂર થશે જશે તમામ રોગ

Gujarati banner 01