poha ni kachori

Banao Poha ni kachori: આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’, ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે

Banao Poha ni kachori: પૌંઆની કચોરી ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. જો તમે આ પ્રોપર માપથી કચોરી બનાવશો તો ખાવાની મજ્જા પડી જશે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક, 18 મે: Banao Poha ni kachori: પૌંઆ એક એવી વાનગી છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે. આ પૌંઆમાંથી તમે અનેક વાનગીઓ ઘરે બનાવી શકો છો. પૌંઆ ટેસ્ટમાં ટેસ્ટી હોય તો જ ખાવાની મજા આવે છે. તો આજે અમે તમને એક એવી વાનગી શિખવાડીશું જે તમે પૌંઆમાંથી સરળતાથી બનાવી શકશો અને ખાવાની પણ મજા આવશે. તો જાણો તમે પણ ઘરે કેવી રીતે બનાવશો પૌંઆ કચોરી….

સામગ્રી

  • 2 કપ પૌંઆ
  • 4-5 બાફેલા બટાકા
  • લીલા મરચા
  • લાલ મરચું
  • કોથમીર
  • આમચૂર
  • અજમો
  • વરિયાળી
  • ડુંગળી
  • તેલ
  • સ્વાદાનુંસાર મીઠું
  • હિંગ

બનાવવાની રીત

  • પૌંઆ કચોરી બનાવવા માટે સૌ પ્રથમ પૌંઆને 10 થી 15 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો.
  • પછી કુકરમાં બટાકા બાફવા મુકો.
  • હવે બાફેલા બટાકાને મેશ કરી લો.
  • મેશ કરેલા બટાકામાં લીલા મરચા, કોથમીર, આમચૂર, હિંગ, અજમો, ડુંગળી અને વરિયાળી લઇને એક બાઉલમાં સારી રીતે મિક્સ કરી લો.
  • પછી પૌંઆમાં થોડુ મીઠું એડ કરીને બરાબર મિક્સ કરી લો.
  • હવે આ પૌંઆનું ભુક્કો કરી લો અને લોટની જેમ ગૂંથી લો.
  • ગૂંથેલા પૌંઆને હવે બટાકાના મિશ્રણમાં એડ કરો અને બરાબર હલાવી લો.
  • પછી આ મિશ્રણમાંથી ગોળ-ગોળ ટીક્કીઓ બનાવી લો.
  • ત્યારબાદ એક કઢાઇ લો અને એમાં તેલ ગરમ કરવા મુકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે એમાં ટીક્કીઓને તળી લો.
  • આ બ્રાઉન રંગની થઇ જાય ત્યાં સુધી તળી લો અને પછી તેલમાંથી બહાર કાઢી લો.
  • હવે આ કચોરીને ટિશ્યુ પર મુકી દો. જેથી કરીને બધુ તેલ ચુસાઇ જાય.
  • તો તૈયાર છે ગરમા-ગરમ પૌંઆની કચોરી.
  • આ કચોરી તમે સોસ અને ચટણી સાથે ખાઓ છો તો ખાવાની બહુ જ મજા આવે છે.

આ પણ વાંચો..Green Vegetables: આ લીલા શાકભાજી ખરાબ કોલેસ્ટ્રોલનો દુશ્મન, તે બ્લડ શુગર લેવલને પણ કંટ્રોલ કરે છે

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *