AMC logo

AMC took a big decision to take the vaccine: અમદાવાદીઓ રસી નહીં લીધી હોય તો આ સ્થળોએ નહીં મળે પ્રવેશ-AMC લીધો મહત્વનો નિર્ણય

AMC took a big decision to take the vaccine: જાહેર ક્ષેત્રના વિવિધ સ્થળો પર વેક્સિનેટે ના હોય તેમના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો

અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃ AMC took a big decision to take the vaccine: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૨ નવા કેસ નોંધાયા છે. આમ,  એક જ દિવસમાં કોરોનાના દૈનિક કેસમાં ૫૦%નો વધારો થયો છે. બુધવારે કોરોનાના ૧૫ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ૧૮ ઓગસ્ટ બાદ ગુજરાતમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી વધુ કેસ છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સૌથી મોટો નિર્ણય કર્યો છે. જાહેર ક્ષેત્રના વિવિધ સ્થળો પર વેક્સિનેટે ના હોય તેમના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

બીજી તરફ AMCએ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં મનપા ના તમામ પરિસર માં મુલાકતિઓ પાસે  વેકસીન સર્ટી તપાસવામાં આવશે. AMTS – BRTS , કાંકરિયા લેક્ફ્રન્ટ , કાંકરિયા ઝુ , સાબરમતી રિવરફ્રન્ટ , લાઈબ્રેરી , સ્વિમિંગ પુલ , જીમખાના , સીટી સિવિલ સેન્ટર , સહિત તમામ બિલ્ડીંગ માં વેકસીન સર્ટી તપાસવામાં આવશે. વેકસીન નહિ લેનાર ને મનપા પરિસર માં તારીખ 20 સપ્ટેમ્બરથી પ્રવેશ પર લાગશે પ્રતિબંધ. વેક્સિનેશન મામલે તંત્રે સખ્ત નિર્ણય કર્યો છે.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરતમાંથી સૌથી વધુ ૫, વડોદરામાંથી ૩, ભાવનગર-વલસાડમાંથી ૨ જ્યારે અમરેલી-ગીર સોમનાથ-જામનગર-પોરબંદર-રાજકોટમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. સળંગ ૧૨માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નહોતું. રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૮,૨૫,૬૭૭ જ્યારે કોરોનાથી કુલ મરણાંક ૧૦,૦૮૨ છે.

આ પણ વાંચોઃ women ban in the kabul’s ministry of afghanistan: મંત્રાલયમાં મહિલાઓના જવા પર બેન, હવે માત્ર પુરુષ કર્મચારી જ કામ કરશે- વાંચો વિગત

આજે સવારથી રાજ્યભરમાં મેગા ડ્રાઇવ માટે ઉભા કરાયેલા ૧૦ હજારથી વધુ બુથ પર રસીકરણનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. સમગ્ર કામગીરી પર સવારથી મુખ્ય સચિવ પંકજ કુમાર નજર રાખીને તેની જરૂરી સમીક્ષા કરી રહ્યા છે. ડ્રાઇવ દરમ્યાન ૭,૫૦૦ જેટલા ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે મેગા ડ્રાઇવ દરમ્યાન ૩૫ લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાનુ આયોજન છે. મેગા ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ડોઝ માટે બાકી લાભાર્થી અને બીજા ડોઝ માટે બાકી રહેલા લાભાર્થીને રસીકરણ સેવા આપવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં અને રાજ્યમાં તા. ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કોવિડ-૧૯ રસીકરણ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj