women ban in the kabuls ministry of afghanistan

women ban in the kabul’s ministry of afghanistan: મંત્રાલયમાં મહિલાઓના જવા પર બેન, હવે માત્ર પુરુષ કર્મચારી જ કામ કરશે- વાંચો વિગત

women ban in the kabul’s ministry of afghanistan: તાલિબાને તાજેતરમાં એલાન કર્યુ હતુ કે, જે ઓફિસોમાં પુરુષો કામ કરતા હશે ત્યાં મહિલાઓ કામ નહીં કરી શકે

કાબુલ, 17 સપ્ટેમ્બરઃ women ban in the kabul’s ministry of afghanistan: અફઘાનિસ્તાનમાં તાલિબાનોના હાથમાં સત્તા ગયા બાદ જે બાબતોનો ડર હતો તે જ થઈ રહ્યુ છે. તાલિબાને હવે જાત જાતના નિયંત્રણો મુકવા માંડ્યા છે. વક્રતા એ છે કે, મહિલા મામલાઓના મંત્રાલયમાં મહિલા કર્મચારીઓને જ જતા રોકી દેવામાં આવી છે. હવે અહીંયા માત્ર પુરુષ કર્મચારીઓ કામ કરશે.

તાલિબાને તાજેતરમાં એલાન કર્યુ હતુ કે, જે ઓફિસોમાં પુરુષો કામ કરતા હશે ત્યાં મહિલાઓ કામ નહીં કરી શકે. દરમિયાન રશિયાન મીડિયાએ દાવો કર્યો છે કે, તાલિબાનના કેટલાક નેતાઓએ મહિલાઓના મામલાને લગતા મંત્રાલયમાં મહિલા કર્મચારીઓને જતા રોકી દીધી છે. એક કર્મચારી(women ban in the kabul’s ministry of afghanistan)એ જ રશિયન મીડિયાને જાણકારી આપી હતી અને તેની સામે મહિલાઓએ વિરોધ પ્રદર્શન પણ કર્યુ હતુ.

આ પણ વાંચોઃ E-Auction of gifts received by the PM Modi: વડાપ્રધાનના જન્મ દિવસે પીએમ મોદીને મળેલી વિવિધ ગિફ્ટની હરાજી શરૂ

તાલિબાને એમ પણ પોતાના મંત્રી મંડળમાં એક પણ મહિલા(women ban in the kabul’s ministry of afghanistan)ને સ્થાન આપ્યુ નથી. મહિલાઓ સાથે તેમનો વ્યવહાર યોગ્ય નહીં હોય તેવી જે બીક હતી તે હવે સાચી પડી રહી છે.

તાલિબાનના કબ્જા બાદ અફઘાનિસ્તાન છોડી જનાર રિસર્ચર હુમેરા રિયાઝીએ તો ત્યાં સુધી કહ્યુ હતુ કે, તાલિબાનો મહિલાઓને માણસ સમજતા જ નથી. ઉલ્લેખનીય છે કે, તાલિબાને કાબુલ જેલમાંથી જે કેદીઓને આઝાદ કર્યા છે તેમાંથી કેટલાક પર મર્ડર અને રેપના પણ આરોપ છે.

Whatsapp Join Banner Guj